Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCમાં 13,744 ઈન્ટરવ્યૂ પેન્ડિંગ, સાતમાંથી છ સભ્યોની ઘટથી ભરતી અટવાઈ:મેડિકલ ઓફિસરથી આસિસ્ટન્ટ એન્જિ.ના હજારો ઉમેદવારોના ઈન્ટરવ્યૂ પેન્ડિંગ હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ

    8 hours ago

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં સભ્યોની અછતના કારણે ભરતી પ્રક્રિયાની ગતિ સામે સવાલો ઊઠ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે 25 વર્ષથી કાર્યરત અક્ષર અકાદમીના ડિરેક્ટર ડૉ. બી.સી. રાઠોડ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ GPSCની ભરતી પ્રક્રિયા, પેન્ડિંગ ઇન્ટરવ્યૂ અને ઉમેદવારોને થઈ રહેલા આર્થિક નુકસાન અંગે ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, GPSC જેવી બંધારણીય સંસ્થામાં અધ્યક્ષ સહિત કુલ 8 પદોની વ્યવસ્થા છે, જ્યારે હાલમાં માત્ર અધ્યક્ષ અને એક સભ્ય એમ બે જ પદ ભરાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સભ્યોની અછત વચ્ચે વિવિધ ભરતીના આશરે 13,744 ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે. નવી ભરતીના ઇન્ટરવ્યૂ પણ ગણવામાં આવે તો આ સંખ્યા લગભગ 15 હજાર સુધી પહોંચતી હોવાનો દાવો છે. 2021ની Class-1-2 ભરતી હજુ અધૂરી ડૉ. બી.સી. રાઠોડે GPSCની 2021માં જાહેર થયેલી Class-1 અને Class-2 ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ ભરતીમાં ડેપ્યુટી કલેક્ટર, DYSP, મામલતદાર સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યા પ્રમાણે જાહેરાત થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને આશરે 350 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ હજુ બાકી છે. રાઠોડના જણાવ્યા પ્રમાણે, GPSCની જાહેરાત ક્રમાંક 47/2023-24 તા. 24 ઓગસ્ટ, 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજીની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર, 2023 હતી. ભરતી પ્રક્રિયાના તબક્કાઓ પૂર્ણ થયા બાદ પણ સંબંધિત પરીક્ષાનું પરિણામ/અંતિમ પસંદગી જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. મેડિકલ ઓફિસરથી આસિસ્ટન્ટ એન્જિનિયર સુધી હજારો ઈન્ટરવ્યૂ પેન્ડિંગ પેન્ડિંગ ઇન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ધરાવતી ભરતીમાં મેડિકલ ઓફિસર, હોર્ટિકલ્ચ ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ઇન્ટરવ્યૂ માટે જગ્યાઓની સંખ્યાના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવાનો નિયમ હોવા છતાં કેટલીક ભરતીમાં પાંચ, સાત કે 12 ગણા ઉમેદવારોને બોલાવવાના નિર્ણય સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. '250 જગ્યા સામે 2,959 ઉમેદવાર કેમ?' ડૉ. બી.સી. રાઠોડે ખાસ કરીને આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), નર્મદાની ભરતીનો ઉલ્લેખ કરતાં સવાલ કર્યો છે કે, 250 જગ્યાઓ સામે આશરે 2,959 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હોય તો આ સંખ્યા લગભગ 12 ગણી થાય છે. ઉમેદવારને એક વર્ષના વિલંબે લાખોનું નુકસાન રાઠોડે ભરતીમાં વિલંબની સીધી અસર ઉમેદવારોની કારકિર્દી અને આવક પર થતી હોવાનું જણાવ્યું છે. તેમના અગાઉના આંકડાના આધારે, Class-2 કક્ષાની નોકરીમાં પસંદગી એક વર્ષ મોડી થાય તો ઉમેદવારને આશરે રૂ. 9.5 લાખ સુધીનું આર્થિક નુકસાન થઈ શકે છે, એવો તેમનો દાવો છે. તેમણે કહ્યું કે એક તરફ ઉમેદવાર વર્ષો સુધી તૈયારી કરીને પરીક્ષા આપે છે, પરંતુ પરિણામ અને ઇન્ટરવ્યૂમાં વિલંબ થતાં તેની નોકરી અને આવક બંને અટકી જાય છે. બીજી તરફ, સરકાર જે જગ્યાઓ મહેકમ પ્રમાણે મંજૂર કરી ભરતી પ્રક્રિયા શરૂ કરે છે, તે જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી રહેતાં સરકારી કામગીરી પર પણ અસર પડે છે. 'પાંચ વર્ષ સુધી ઇન્ટરવ્યૂ પૂરા નહીં થાય' એવો દાવો યુવરાજસિંહ જાડેજાએ ચેતવણી આપતાં કહ્યું કે જો GPSCમાં પૂરતા સભ્યોની નિમણૂક નહીં થાય અને હાલની જ ગતિએ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલતી રહેશે તો આ પેન્ડિંગ ઇન્ટરવ્યૂ પૂર્ણ કરવામાં વર્ષો લાગી શકે છે. તેમણે GPSCમાં તાત્કાલિક પૂરતા સભ્યોની નિમણૂક કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, અધિકારીઓની અછતને કારણે જિલ્લા કલેક્ટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓની વહીવટી કામગીરી પર પણ પરોક્ષ અસર પડી શકે છે. GPSCના 'બેકલોગ'થી ભરતી પ્રક્રિયા સામે મોટો સવાલ એક તરફ ગુજરાતમાં સરકારી નોકરી માટે લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અગાઉની ભરતી પ્રક્રિયા જ સમયસર પૂર્ણ ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ, અંતિમ પરિણામ, નિમણૂક વચ્ચેનો સમયગાળો સતત વધતો જાય છે. હવે મુખ્ય સવાલ એ છે કે GPSCમાં ખાલી પડેલી સભ્યપદની જગ્યાઓ ક્યારે ભરાશે અને હજારો ઉમેદવારોના પેન્ડિંગ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે? જ્યારે વિધાનસભામાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સત્ર દરમિયાન સભ્યની જગ્યા ક્યારે ભરવામાં આવશે તેમ પૂછાતા 'બાબત સરકારની વિચારણા હેઠળ છે' તેવો જવાબ આપવામાં આવ્યો હતો. ઉમેદવારો માટે ભરતીની સમયમર્યાદા માત્ર પરીક્ષાની તારીખથી નહીં પરંતુ અંતિમ નિમણૂક સુધી નક્કી થવી જોઈએ તેવી માંગ પણ હવે ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે નવગ્રહોના રાજા સૂર્યનું કન્યામાં ગોચર:મેષ સહિત 4 રાશિનું ભાગ્ય ચમકશે, મિથુન સહિત 4 રાશિએ સાવચેતી રાખવી; સરળ ઉપાયથી સૂર્યદેવને કરો પ્રસન્ન
    Next Article
    અનવરે આળસ મરડી ને વાયરથી ગળું ટૂંપાઈ ગયું:મરી ગયાની ખાતરી કરવા છરો હુલાવી લોહીના ફુવારા ઉડાડ્યા, નામ બદલીને રહેતો ખૂની 12 વર્ષે શી રીતે પકડાયો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment