Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCની આવતીકાલની ક્લાસ-1 અને 2 પરીક્ષા મોકૂફ:નવસારીના પૂરગ્રસ્તોને ગાય-ભેંસ દીઠ 37,500 ચૂકવાશે, આજે 9 જિલ્લામાં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જારી

    1 day ago

    આજે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં 1 મિમીથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.8 ઇંચ, વાવ-થરાદના દિયોદરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના પૂરગ્રસ્તો માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સહાયની જાહેરાત કરી છે. પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન બદલ ₹6,800ની સહાય ચૂકવવામાં આવશે, જેમાંથી ₹1,800 તાત્કાલિક ચૂકવાશે. ઉપરાંત પશુધનના નુકસાન માટે ગાય-ભેંસ દીઠ ₹37,500 અને બકરી દીઠ ₹22,000ની સહાય અપાશે. બીજી તરફ, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર બાવળા પાસે જોરદાર પાણી વહી રહ્યું હોવાથી રૂટ ડાઈવર્ટ કરાયો છે. અમદાવાદ અને સુરતમાં હજુ પણ પાણી ઓસર્યા ન હોવાથી લોકો ઘરોમાં કેદ છે. શુક્રવારે ભારે વરસાદને કારણે રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું, જ્યારે તાણાઈ જવાથી આઠ લોકોના મોત નીપજ્યું છે. હવામાન વિભાગે આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે વાવ-થરાદ, બનાસકાંઠા સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો સાત જિલ્લમાં યલો એલર્ટ આપ્યું છે. આ પણ વાંચો… નવસારીના અનેક વિસ્તારોમાં પૂર બાદની તારાજીનો ચિતાર આ પણ વાંચો…અમદાવાદના પોશ એરિયા ગણાતા બોપલ, ઘુમા, શેલા શા માટે ડૂબ્યા? સુરતમાં લોકોની ઢોર પકડવાની ગાડીમાં અવરજવર, ‘હમ ડૂબેંગે લેકિન કંપની કો ડૂબને નહીં દેંગે’ સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડીપૂરના કમરડૂબ પાણી ભરાઈ રહેતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. લોકોને આવન-જાવન માટે ભારે મુશ્કેલી પડી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા મુકાયેલી ઢોર પકડવાની ગાડી ઉપર સવાર થઈને લોકો પૂરના પાણીમાંથી પસાર થઈ ઓફિસે જવા મજબૂર બન્યા છે. લોકો રોષા સાથે કહી રહ્યાં છે કે, અમે પાણીમાં તરવા માટે જ મત આપીએ છીએ. બીજી તરફ, કંપનીઓ દ્વારા ફરજિયાત બોલાવાતાં કર્મચારીઓ "હમ ડૂબેંગે લેકિન કંપની કો ડૂબને નહીં દેંગે" જેવા નિરાશાભર્યા કટાક્ષ સાથે ટ્રેક્ટરો અને મનપાની ઢોર પકડવાની ગાડીઓમાં બેસીને જીવના જોખમે નોકરીએ જવા મજબૂર બન્યા છે. તંત્રની નિષ્ફળતા અને કાયમી અસુવિધાઓ સામે ભારે રોષ વ્યક્ત કરતાં સ્થાનિક રાજસ્થાની સમાજે આક્રોશ સાથે વતન રાજસ્થાન પરત ફરી જવાની પણ ચીમકી આપી છે. અમદાવાદના બોપલ-ઘુમામાં હજુ પાણી ભરાયેલા અમદાવાદના બોપલ ગામમાં સતત બે દિવસથી કમર સુધીના પૂરના પાણી ન ઓસરતાં ત્રણ જેટલા વાસના અનેક મકાનો જળમગ્ન બન્યા છે અને લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર થયા છે. તંત્ર કે અધિકારીઓ દ્વારા પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરાઈ હોવાનો આક્ષેપ કરતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આવી કપરી સ્થિતિમાં સ્થાનિક લોકો પોતે જ બોટ મારફતે અસરગ્રસ્તો સુધી જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે. ઊંઝામાં ઝાડ પડતા મહિલાનું મોત, 26 કલાક બાદ વૃદ્ધનો મૃતદેહ મળ્યો પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદથી ગઢા ગામે પૂરને કારણે અનેક અબોલ પશુઓના મોત નીપજ્યા છે. સુરેન્દ્રનગરના કોચાડા ગામમાં ફસાયેલા 6 લોકોનું બોટ મારફતે મધરાતે દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું. બીજી તરફ સાંતલપુરના ઝઝામ-ફાંગલી માર્ગ પર પાણીના તેજ વહેણમાં કાર બંધ પડતાં ફસાયેલા 8 મુસાફરોને પોલીસે સ્થાનિક યુવાનોની મદદથી હેમખેમ બહાર કાઢ્યાં હતાં. તો ઊંઝામાં ઝાડ પડતાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે વિરપુરમાં તણાયેલી કાર દૂર્ઘટનામાં 26 કલાકની જહમત બાદ 70 વર્ષીય ભીખાભાઈ ડોબરીયાનો મૃતદેહ મળ્યો છે. 24 જુલાઈના વરસાદની પડેપળની અપડેટ અમદાવાદ-રાજકોટ વચ્ચે ડાઈવર્ઝન, બાવળા પાસે નેશનલ હાઈવે બંધ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ પણ વાંચો… રાજ્યમાં આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે? રાજ્યમાં વરસાદથી સર્જાયેલી તારાજીની તસવીર
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય, જ્યારે નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ:રાહુલ ગાંધીએ કહ્યું- મોદીએ યુવાનોની માફી માંગવી જ પડશે
    Next Article
    યુવા ભીમસેનાએ પેપર લીક મુદ્દે આવેદનપત્ર આપ્યું:બોટાદ કલેક્ટરને શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment