Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાનો મેગા સર્વે:હવે ઘેર-ઘેર જઈને GPS અને નવી એપથી મિલકતોની ચકાસણી, પ્લાન મંજૂરીથી લઈ B.U.C. સુધીની તમામ વિગતો તપાસાશે

    1 day ago

    સુરતના સર્વાંગી વિકાસ અને નાગરિક સેવાઓને વધુ સુદૃઢ તેમજ પારદર્શક બનાવવાના આશય સાથે મહાનગરપાલિકા દ્વારા એક મેગા સર્વે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં મિલકત આકારણી અને વેરા વસૂલાતની કામગીરીને વધુ ચોક્કસ અને અદ્યતન બનાવવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત મનપા દ્વારા મંજૂર પ્લાન, રજા ચિઠ્ઠી તથા બિલ્ડિંગ યુઝ પરમિશન (B.U.C.) ધરાવતી તમામ મિલકતોનું સ્થળ પર જઈને વેરિફિકેશન કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મિલકતની નોંધણી, તેનો વાસ્તવિક હેતુ તેમજ રહેણાંક કે વાણિજ્યિક ઉપયોગના પ્રકારની ઝીણવટભરી વિગતો તપાસવામાં આવશે. પાલિકાએ વર્ષો જૂની ઓફલાઇન પદ્ધતિને વિદાય આપી વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે પાલિકાએ વર્ષો જૂની ઓફલાઇન વોર્ડ રિવિઝન પદ્ધતિને વિદાય આપી છે. તેના સ્થાને હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલી અદ્યતન ઓનલાઇન એપ્લિકેશન આધારિત સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. સમગ્ર સર્વે દરમિયાન સ્થળ પર જ તમામ માહિતી ડિજિટલ સ્વરૂપે અપલોડ થશે, જેનાથી માનવીય ભૂલોની શક્યતા ઘટશે અને સમગ્ર કામગીરી સંપૂર્ણપણે પારદર્શક અને પેપરલેસ બનશે. GPSની મદદથી સચોટ અને અત્યાધુનિક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે આ મેગા સર્વેનું મુખ્ય આકર્ષણ GPS ટેક્નોલોજીનો ઉપયોગ છે. GPSની મદદથી શહેરની પ્રત્યેક મિલકતનું ભૌગોલિક લોકેશન ટેગ કરીને એક સચોટ અને અત્યાધુનિક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. પરિણામે, બિન-નોંધાયેલી મિલકતો કે મિલકતના ઉપયોગમાં થયેલા ફેરફારો તાત્કાલિક પકડી શકાશે. ભવિષ્યમાં નાગરિકોને લગતી પ્રાથમિક સુવિધાઓ ઝડપી બનશે સુરત મહાનગરપાલિકાનું આ કદમ માત્ર મિલકત વેરા વ્યવસ્થાને મજબૂત બનાવવા પૂરતું સીમિત નથી, પરંતુ પાલિકાની આવકમાં નિયમબદ્ધતા અને કાર્યક્ષમતા વધારવાની દિશામાં પણ મોટો ફાળો આપશે. ટેક્નોલોજી આધારિત આ સ્માર્ટ વહીવટથી ભવિષ્યમાં નાગરિકોને લગતી પ્રાથમિક સુવિધાઓ અને અન્ય મ્યુનિસિપલ સેવાઓ વધુ સુગમ અને ઝડપી બનશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોબાળો, BJP-AAPના કાઉન્સિલરો વચ્ચે બબાલ:માઈક તોડવાનો અને ફાઇલો ફેંકવાનો પ્રયાસ કર્યો, માર્શલ્સ મેયરને બચાવીને બહાર લઈ ગયા
    Next Article
    એક વર્ષમાં અમદાવાદને ટ્રાફિક સિગ્નલ ફ્રી બનાવવાનો પોલીસનો લક્ષ્યાંક:કેપસ્યુલ ફોર્મ્યુલાથી 24થી વધુ કટ બંધ કરાયા, બે લાખ વાહનોની અવરજવર વાળો નારોલ સર્કલ કટ બંધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment