Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોબાળો, BJP-AAPના કાઉન્સિલરો વચ્ચે બબાલ:માઈક તોડવાનો અને ફાઇલો ફેંકવાનો પ્રયાસ કર્યો, માર્શલ્સ મેયરને બચાવીને બહાર લઈ ગયા

    1 day ago

    દિલ્હી નગર નિગમની સભામાં શુક્રવારે પ્રદૂષણ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો. આ દરમિયાન કાઉન્સિલરોએ માઇક તોડવા અને ફાઇલો ફેંકવાનો પ્રયાસ કર્યો. મીડિયા અહેવાલો અનુસાર, દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કેવી રીતે કરવો, તે અંગે સભામાં ચર્ચા થવાની હતી. પરંતુ બેઠક શરૂ થતાં જ તે ભારે હોબાળા, ધક્કામુક્કી અને તોડફોડમાં ફેરવાઈ ગઈ. ભાજપ અને આપના કાઉન્સિલરોએ એકબીજા પર બૂમો પાડી, પાણી ફેંક્યું અને ફાઇલો ઉછાળી. તેમાં કોંગ્રેસના કાઉન્સિલરો પણ સામેલ હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે માર્શલોએ વચ્ચે પડીને મેયર પ્રવેશ વાહીને સુરક્ષિત રીતે બહાર કાઢવા પડ્યા. મામલા સાથે જોડાયેલી બે તસવીરો… દાવો- AAPના કોર્પોરેટરોએ ₹1 કરોડની માગ કરી મીડિયા અહેવાલો મુજબ, સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આપના પારષદોએ પોતાના-પોતાના વોર્ડના વિકાસ માટે તાત્કાલિક ફંડ જાહેર કરવાની માગ કરી. તેના પર મેયર વાહીએ તરત જ 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી અને કહ્યું કે આ નાણાકીય વર્ષમાં પાર્ષદોને કુલ 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. મેયરની આ જાહેરાતથી પણ વિપક્ષ શાંત ન થયો. આપના પાર્ષદોની માગ હતી કે તરત મળનારા આ ફંડને વધારીને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા કરવામાં આવે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો. આપના પાર્ષદ મેયરની ખુરશી સુધી પહોંચ્યા હંગામા દરમિયાન આપના પાર્ષદ શગુફ્તા ઝુબૈર મેયરની ખુરશી સુધી પહોંચી ગયા. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે તેમણે ત્યાં લગાવેલો માઇક તોડવાનો પ્રયાસ કર્યો. વિપક્ષના નેતા અંકુશ નારંગ પર પણ માઇકને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશ અને આપના અંકુશ નારંગ એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા. દાનિશે આપ પર સવાલો ઉઠાવ્યા, તો નારંગે તેમના પર ભાજપ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો. આ અંગે વળતો પ્રહાર કરતાં દાનિશે કહ્યું કે તે શગુફ્તા ચૌધરી નથી, જે ભાજપમાં જોડાઈ જશે. આ તકરારથી સદનનો માહોલ વધુ ગરમાયો. હવે આ સમગ્ર મામલો સદનની શિસ્ત સમિતિને મોકલી દેવામાં આવ્યો છે, જે આરોપી કાઉન્સિલરોના વર્તનની તપાસ કરીને કાર્યવાહી નક્કી કરશે.
    Click here to Read More
    Previous Article
    અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો:આવક 34% વધી; 16 નવા CNG સ્ટેશન ખોલ્યાં, 39 હજાર નવા ઘરોમાં ગેસ પહોંચાડ્યો
    Next Article
    સુરત મહાનગરપાલિકાનો મેગા સર્વે:હવે ઘેર-ઘેર જઈને GPS અને નવી એપથી મિલકતોની ચકાસણી, પ્લાન મંજૂરીથી લઈ B.U.C. સુધીની તમામ વિગતો તપાસાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment