Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ GPCB અધિકારી અને પત્રકાર બની તોડ કરતી ત્રિપુટી પકડાઈ.:​જૂનાગઢ GIDCમાં બોગસ GPCB અધિકારી અને પ્રેસની ઓળખ આપી તોડબાજી કરતી જેતપુરની ટોળકીના 3 ઝડપાયા, 2 ફરાર

    23 hours ago

    ​જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા GIDC વિસ્તારમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવતી એક શાતિર ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જેતપુરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે આરોપીઓને પકડવા માટેના ચક્રગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં અજય જયસિંગભાઈ જાદવ, હેમંત મનસુખ શેખવા અને વિજય બહાદુર રામગરીબ વર્માનો સમાવેશ થાય છે, જે તમામ જેતપુરના રહેવાસી છે. આ ટોળકી GIDCના કારખાનાઓમાં જઈને પોતાને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને મીડિયાકર્મી બતાવીને તોડબાજી કરતી હતી. ​આ અંગે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે GIDC વિસ્તારના કેટલાક વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા. વેપારીઓએ પોલીસ સમક્ષ આપવીતી જણાવતા કહ્યું હતું કે કેટલાક શંકાસ્પદ ઇસમો કારખાનાઓમાં ફરી રહ્યા છે અને પોતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ તથા પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ હોવાની ઓળખ આપી રહ્યા છે. આ આરોપીઓ વેપારીઓ પાસે જઈને અત્યંત ગંભીર આરોપો લગાવી ખોટો ભય ઊભો કરતા હતા. તેઓ વેપારીઓને એવું કહીને ધમકાવતા હતા કે તમારા કારખાનામાંથી કેમિકલયુક્ત અને દૂષિત પાણી બહાર છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષિત પાણીના કારણે આસપાસના વિસ્તારમાં લોકોના અકાળે મોત થઈ રહ્યા છે અને તાજેતરમાં જ એક વ્યક્તિનું આ દૂષિત પાણીને કારણે મૃત્યુ નીપજ્યું છે. આવી ધમકીઓ આપીને આરોપીઓ વેપારીઓને ગંભીર ગુનામાં ફસાવી દેવાની, કારખાનાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાની અને જેલભેગા કરવાની ધમકી આપીને મોટી રકમની માંગણી કરતા હતા. ​વેપારીઓને આ લોકોની વર્તણૂક અને ઓળખ પર શંકા જતાં તેઓએ તાલુકા PI નો સંપર્ક કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લા 10 થી 15 દિવસના સમયગાળામાં આ ટોળકીએ આ જ રીતે એક કરતાં વધુ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો છે. જેમાં ગત તારીખ 06/08/2026 ના રોજ આ ટોળકીએ એક વેપારીને ડરાવીને 21,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા. આ ઉપરાંત તારીખ 05/08 ના રોજ 10,000 રૂપિયા, તેમજ અન્ય જગ્યાઓએથી 5,000 રૂપિયા અને 15,000 રૂપિયા જેવા નાણાં પડાવ્યા હોવાનું ખુલ્યું છે. ​પોલીસે આ મામલે ગુનો નોંધીને રાતોરાત દરોડા પાડીને જેતપુરના ત્રણ આરોપીઓની અટકાયત કરી લીધી છે. આ ગુનામાં કુલ પાંચ ઇસમો સંડોવાયેલા છે, જેમાંથી પકડાયેલા ત્રણ સિવાય શોધખોળ હેઠળના અન્ય બે આરોપીઓમાં જૂનાગઢના વિવેક મહેતા અને જેતપુરના રાકેશ પીઠડીયાનો સમાવેશ થાય છે. આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે.​આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે એસપી સાહેબે વધુમાં ઉમેર્યું હતું કે આ લોકો ગ્રાફિક્સ, મજૂરી અને બ્રોકર જેવા કામકાજ સાથે જોડાયેલા સામાન્ય ઇસમો છે. આરોપીઓ પૈકી એક વ્યક્તિ ગ્રાફિક્સ ક્ષેત્રે કામ કરતો હોવાથી તેઓ ખોટા આઈડી કાર્ડ, બેનરો કે ગ્રાફિક્સનો ઉપયોગ કરીને વેપારીઓ પર દબાણ લાવતા હતા. આ આરોપીઓ ખરેખર કોઈ અધિકૃત પ્રેસ કે મીડિયા સાથે જોડાયેલા છે કે નહીં અને અગાઉ પણ આવા કોઈ ગુના આચરેલા છે કે કેમ તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Nigerian Footballer Dies On Field, Huge Confusion Follows. This Is What Happened
    Next Article
    સુરતમાં વરસતા વરસાદ વચ્ચે ભવ્ય 'તિરંગા પદયાત્રા':600 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ અને ગરબાની રમઝટ વચ્ચે દેશભક્તિનો માહોલ, 79 વર્ષના દાદા બન્યા આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment