Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વરસતા વરસાદ વચ્ચે ભવ્ય 'તિરંગા પદયાત્રા':600 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ અને ગરબાની રમઝટ વચ્ચે દેશભક્તિનો માહોલ, 79 વર્ષના દાદા બન્યા આકર્ષણનું કેન્દ્ર

    22 hours ago

    'હર ઘર તિરંગા અભિયાન' અને 'વંદે માતરમ'ની રચનાના 150 વર્ષની પૂર્ણતા નિમિત્તે વીર નગરી સુરતમાં એક ભવ્ય અને ઉત્સાહવર્ધક ‘તિરંગા પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વેસુના વાય જંક્શનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની આ 2 કિલોમીટરની યાત્રામાં હજારો સુરતીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા. અવિરત વરસાદ વચ્ચે અભૂતપૂર્વ ઉત્સાહ યાત્રાની શરૂઆત પહેલા જ વરસાદનું આગમન થયું હતું. જોકે, અવિરત વરસતા વરસાદ વચ્ચે પણ લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો. દેશભક્તિના ગીતો અને ગરબાની રમઝટ સાથે નાગરિકોની સાથે સ્થળ પર તૈનાત પોલીસ જવાનો પણ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. યાત્રામાં 600 મીટર લાંબો તિરંગો ફાયર બ્રિગેડના જવાનો 600 મીટર લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા, જે મુખ્ય આકર્ષણ બન્યો હતો. 79 વર્ષના નરેશ ટાલીયા નામના વડીલે આ ઉંમરે પણ વિવિધ શારીરિક કરતબો અને કસરતો રજૂ કરીને યુવાનો માટે પ્રેરણારૂપ બનવાની સાથે સૌના દિલ જીતી લીધા હતા. યાત્રામાં પોલીસની અશ્વ રેલી, બાઈક રેલી, શાળા અને પોલીસના બેન્ડ, NCC કેડેટ્સ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ તથા વિવિધ રાજ્યોના પારંપરિક પહેરવેશમાં સાંસ્કૃતિક ગ્રૂપો જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી સહિત નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો આ ભવ્ય પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા તથા મેયર માયાબેન માવાણી સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે પગપાળા ચાલીને યાત્રામાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બોગસ GPCB અધિકારી અને પત્રકાર બની તોડ કરતી ત્રિપુટી પકડાઈ.:​જૂનાગઢ GIDCમાં બોગસ GPCB અધિકારી અને પ્રેસની ઓળખ આપી તોડબાજી કરતી જેતપુરની ટોળકીના 3 ઝડપાયા, 2 ફરાર
    Next Article
    'Garv Hai' Athlete Nurjahan Receives Gujarat's Sardar Patel Sports Award

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment