Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની સરકારી હોસ્ટેલોમાં આરોગ્ય સાથે ખુલ્લા ખેલ:GMERS સહિતની હોસ્ટેલોમાં ABVPની ઓચિંતી સરપ્રાઈઝ રેડ ,ભોજનમાંથી જીવડાં, ખરાબ ચોખા અને સડેલી શાકભાજી ઝડપાઈ

    16 hours ago

    ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ગંભીર ખિલવાડનો પર્દાફાશ થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ StudentRaid અભિયાન અંતર્ગત શહેરની વિવિધ સરકારી તથા ગ્રાન્ટેડ હોસ્ટેલોમાં ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓને રોજીંદા ધોરણે પીરસવામાં આવતા ભોજનની અતિ નબળી ગુણવત્તા, પીવાના પાણીની દૂષિત સ્થિતિ અને રસોડામાં પ્રવર્તતી અસ્વચ્છતા અંગેની ચોંકાવનારી વાસ્તવિકતાઓ સામે આવતા શૈક્ષણિક આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ABVP ગાંધીનગરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ તપાસ અભિયાનમાં શહેરની અગ્રણી સમરસ હોસ્ટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલ, વાવોલ ખાતે આવેલી અનુસૂચિત જનજાતિ હોસ્ટેલ, વાવોલ સ્થિત આદર્શ હોસ્ટેલ તેમજ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્ટેલ ખાતે એકસાથે સ્થળ પર જઈને આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન આદર્શ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાંથી સડેલા ખોરાકની સાથે જીવડાં મળી આવ્યા હતા તેમજ દૂષિત પાણી પીરસવામાં આવતું હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહીં સમરસ હોસ્ટેલના રસોડાની તપાસ કરતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા ભાતમાં અત્યંત કલર વગરના, કાંકરીવાળા અને ગુણવત્તા વગરના ખરાબ ચોખાનો વપરાશ થતો હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે ટીમ દ્વારા GMERS મેડિકલ હોસ્ટેલના મેસ અને સ્ટોર રૂમનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી આખી કેરેટ ભરીને સડેલી અને દુર્ગંધ મારતી ખરાબ ડુંગળી મળી આવી હતી. ભવિષ્યના તબીબો બનવા જઈ રહેલા મેડિકલના વિદ્યાર્થીઓને આવી આરોગ્યપ્રદ વગરની સામગ્રીથી બનાવેલું ભોજન પીરસવામાં આવતું હોવાનું સામે આવતા ભારે આક્રોશ વ્યાપ્યો હતો. બીજી તરફ વાવોલ ખાતે આવેલી અનુસૂચિત જનજાતિ હોસ્ટેલમાં રહીશો માટે શુદ્ધ અને સ્વચ્છ પીવાના પાણીની કોઈ યોગ્ય સિસ્ટમ કે વોટર ફિલ્ટરની વ્યવસ્થા જ ન હોવાનું જણાઈ આવ્યું હતું, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલા આ અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ અંગે ABVP ગાંધીનગરના હોદ્દેદારો દ્વારા સંબંધિત સરકારી વિભાગો તથા ઉચ્ચ વહીવટી તંત્રનું તાત્કાલિક ધ્યાન દોરવામાં આવ્યું છે. શહેરની હોસ્ટેલોમાં દૈનિક ધોરણે સ્વચ્છતાનું કડક પાલન કરાવવા, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન તેમજ પીવાના શુદ્ધ પાણી જેવી મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક અસરથી ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. આ અંગે ABVP આગેવાન પૂર્વીન પટેલે સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે જો જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિત માટે અભિયાન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની ઈરાનને ધમકી- સમજૂતી કરો, નહીં તો તબાહ કરી નાખીશું:તેમને ફરીથી લોકોને મારવાની તક નહીં આપીએ
    Next Article
    સાયબર ક્રાઇમની નવી મોડસ ઓપરેન્ડી:આર્મીના નિવૃત્ત સુબેદાર મેજર સાથે 5 લાખની ઠગાઈ,બેંકિંગ એપ હેક કરી મુંબઈથી સોનાના સિક્કા ખરીદી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment