Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં GISFS ગાર્ડને કોઈના ખોવાયેલા ₹50 હજાર મળ્યાં:ઈમાનદારીથી માલિકને પરત કર્યા, અધિકારીઓએ સન્માન કર્યું

    2 weeks ago

    વેરાવળ બંદર વિસ્તારમાં ફરજ બજાવતા GISFSના ગાર્ડે ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. તેમણે રસ્તા પરથી મળેલા ₹50,000 રોકડ રકમ તેના સાચા માલિકને પરત કરી હતી. આ ઘટનાને પગલે ગાર્ડનું સન્માન કરવામાં આવ્યું હતું. વેરાવળ બંદરના ઇન્ચાર્જ પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 30 મે, શનિવારે સવારે 8:30 થી 8:45 કલાક દરમિયાન બંદર રોડ પર ફરજ પર રહેલા GISFS ગાર્ડ મનસુખ એમ. મહિડા (બકલ નં. 12735)ને ₹500ની નોટોના બંડલ સ્વરૂપે રોકડ રકમ મળી હતી. તપાસ કરતા તેમાં કુલ ₹50,000 હોવાનું જાણવા મળ્યું હતું. ગાર્ડ મનસુખભાઈએ તાત્કાલિક પોતાના શિફ્ટ ઇન્ચાર્જ એસએસઆઈ રામસીભાઈ ચાવડા તથા સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. રકમના મૂળ માલિકને શોધવા માટે બંદર વિસ્તારના માછીમાર સંગઠનો, વેપારીઓ અને બંદર વપરાશકારોને જાણ કરવામાં આવી હતી. શનિવાર અને રવિવાર દરમિયાન વ્યાપક તપાસ છતાં કોઈ વ્યક્તિ દ્વારા રકમ અંગે દાવો કરવામાં આવ્યો ન હતો. પરિણામે, આ રકમ જિલ્લા પોલીસના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. આ દરમિયાન, GISFSના માનદ વેતનધારક ગાર્ડ મનસુખ મહિડાની નિષ્ઠા અને ઈમાનદારીને બિરદાવવા માટે કચેરી ખાતે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ગાર્ડોની હાજરીમાં તેમનું પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ₹2,500નું રોકડ પ્રોત્સાહન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યું હતું. બીજી તરફ, સોશિયલ મીડિયા મારફતે આ ઘટનાની જાણ વ્યાપક રીતે પ્રસરી જતા વેરાવળના વેપારી જુબેર એન. ચૌહાણ કચેરીએ હાજર થયા હતા. તેમણે ₹50,000ની રકમ પોતાની હોવાનું જણાવી વિવિધ પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવાઓમાં કોલ રેકોર્ડિંગ, લોકેશન વિગતો, જે વેપારીને રકમ ચૂકવવાની હતી તેની કબૂલાત તેમજ અન્ય આધારભૂત પુરાવાઓનો સમાવેશ થતો હતો. આ પુરાવાઓની ઝીણવટભરી તપાસ બાદ અધિકારીઓને રકમ તેમના માલિકીની હોવાનું સંતોષકારક રીતે જણાયું હતું. ભવિષ્યમાં કોઈ કાયદાકીય વિવાદ ઊભો ન થાય તે માટે અરજદાર પાસેથી નોટરાઈઝ્ડ બાંહેધરીપત્ર લેવામાં આવ્યું હતું. ત્યારબાદ સાક્ષીઓની હાજરીમાં ₹50,000ની સંપૂર્ણ રકમ પરત સોંપવામાં આવી હતી. અરજદારે રકમ ગણીને યોગ્ય હોવાનું જાહેર કર્યું હતું તેમજ રકમ પ્રાપ્ત થયાની લેખિત પહોંચ પણ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ ફરિયાદોના ઝડપી નિકાલ માટે હર્ષ સંઘવીનો મોટો નિર્ણય:હવે IG કક્ષાના IPS સાંભળશે જનતાની ફરિયાદો, ગૃહ વિભાગે શરૂ કર્યું ફરિયાદ નિવારણ કેન્દ્ર
    Next Article
    વઢવાણમાં ભાગવત સપ્તાહ સંપન્ન:4000 ભાવિકોએ મહાપ્રસાદ લીધો, બ્રહ્મનારી સંગઠનના આયોજનમાં રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment