Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIFT CITYમાં એક જ વર્ષમાં દારૂના વેચાણમાં 53,000 લિટરનો વધારો:વિધાનસભાાં સરકારનો સ્વીકાર, 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 301 કરોડની ફાળવણી

    6 hours ago

    ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષે પેપર લીક, આદિવાસી પ્રમાણપત્રોની ખરાઈ, રક્તપિત્ત, CCTV સુરક્ષા, અંગદાન અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સહિતના વિવિધ મુદ્દે સરકારને સવાલો કર્યા. સરકાર દ્વારા લેખિત તેમજ ગૃહમાં આપવામાં આવેલા જવાબોમાં અનેક મહત્વના આંકડા સામે આવ્યા હતા. ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણને લઈ સવાલ કરાયો. છેલ્લા 2 વર્ષ દરમિયાન 60,000 લિટર દારૂનું વેચાણ થયાનો સરકારે સ્વીકાર કર્યો. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ.301 કરોડની ફાળવણી 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકારની તૈયારીઓ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન કર્યો હતો. જવાબમાં રમતગમત વિભાગે જણાવ્યું હતું કે, ગેમ્સના આયોજન માટે રૂ.301 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હોસ્ટ કોલોબરેશન એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત જરૂરી હોસ્ટ ફીની ચુકવણી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત ‘Amdavad 2030 Commonwealth Games Organisation’ નામની કંપનીની રચના માટે મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. GIFT સિટીમાં વિદેશી દારૂના વેચાણમાં મોટો ઉછાળો GIFT સિટીમાં વિદેશી દારૂના વેચાણ અંગે ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 દરમિયાન 3,716.28 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું, જ્યારે 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026 દરમિયાન આ વેચાણ વધીને 56,638.19 લિટર થયું હતું. બે વર્ષમાં કુલ 60,354 લિટરથી વધુ વેચાણ અને રૂ.87.39 લાખથી વધુની આવક થયાનું જણાવાયું હતું. ગિફ્ટ સિટીમાં હવે વિદેશી દારૂ સસ્તો:VAT 65%થી ઘટાડીને 25% કરાયો ગુજરાત સરકારે રાજ્યના આર્થિક અને ગ્લોબલ હબ ગણાતા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નાણાં વિભાગ દ્વારા 23 જૂન, 2026ના રોજ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરના VATમાં આંશિક મુક્તિ આપવાની જાહેરાત કરી છે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ, 2003(Gujarat Value Added Tax Act, 2003)ની કલમ 5ની પેટા-કલમ (2) ના ક્લોઝ (a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ સુધારો અમલી બનાવ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) બે વર્ષમાં પેપર લીકના કેસમાં માત્ર 2 આરોપીઓ ઝડપાયા સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમારે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન પેપર લીકના કિસ્સાઓમાં અત્યાર સુધી માત્ર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું. 6 મહિનામાં ACBના 90 દરોડા, 133ની ધરપકડ ભ્રષ્ટાચાર સામે ACBની કામગીરી અંગે પણ વિધાનસભામાં આંકડા રજૂ થયા હતા. શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં ACB દ્વારા કુલ 90 દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 133 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને રૂ.84,80,482ની રકમ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. 75 જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ આદિવાસી પ્રમાણપત્રોની ખરાઈ મુદ્દે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, સાચા આદિવાસીઓનો હક કોઈ છીનવી ન લે તે માટે સરકાર કટિબદ્ધ છે. જસ્ટિસ કારીયા કમિટી દ્વારા સ્વીકાર્યા બાદ 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 સુધીમાં કુલ 75 જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી 1,776 અરજીઓમાંથી 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું. જોકે, ધારાસભ્ય અનંતકુમાર પટેલ અને ચૈતર વસાવાએ પ્રમાણપત્રોની ખરાઈ અંગે સરકારને ઘેરી હતી. ચૈતર વસાવાએ 56 હજાર જેટલા RBCને ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ઉમેદવારને નોકરી મળતી વખતે આદિવાસી તરીકેની ખરાઈ માટે વિગતો વિભાગ પાસે આવે છે અને સમિતિ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. પ્રમાણપત્ર ખોટું સાબિત થાય તો તે રદ કરીને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના પુણાગામમાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    સુરત ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કરી આરોપીને દબોચ્યો:પગમાં ગોળી વાગતાં સિવિલ ખસેડાયો, 35થી વધુ હિંસક ગુનાઓમાં હતો વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment