Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અડધી રાતે જરૂર પડે તો ફોન કરજો':ખાડીપૂર વચ્ચે GIDC PIની અનોખી પહેલ, લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા માર્ગદર્શન

    8 hours ago

    સુરત શહેરમાં ખાડીપૂરની સ્થિતિ સામે આવતાં જ તંત્ર સાથે સ્થાનિક પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સચિન જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ (PI) કુલદીપસિંહ ગોહિલે લોકરક્ષક તરીકેની અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. ખાડીના પાણી સોસાયટીઓમાં ઘૂસી જવાની શક્યતાને પગલે તેઓ પોતાના સ્ટાફ સાથે અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા હતા. સામાન્ય રીતે ઈમરજન્સીમાં લોકો પોલીસ કંટ્રોલ રૂમ કે હેલ્પલાઈન નંબર પર ફોન કરતા હોય છે, પરંતુ પીઆઈ ગોહિલે પોતે દરેક મકાનના દરવાજે જઈને રહેવાસીઓને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. તેમણે લોકોને ખાતરી આપી હતી કે કોઈપણ મુશ્કેલીના સમયે પોલીસ તમારી સાથે જ ઉભી છે. પાછળના ઘરોમાં પણ મારો નંબર આપી દેજો: PI ગોહિલની અપીલ વિસ્તારમાં પેટ્રોલિંગ અને જનસંપર્ક દરમિયાન પીઆઈ કુલદીપસિંહ ગોહિલ દરેક સોસાયટીના રહીશોને વિનંતી કરતા જોવા મળ્યા હતા. તેમણે લોકોને કહ્યું કે, "મારો આ નંબર સાચવીને રાખી લો અને તમારી પાછળની ગલી કે મકાનમાં રહેતા લોકોને પણ આ નંબર આપી દેજો. જો અડધી રાતે પણ પૂરના પાણી વધે કે અન્ય કોઈ તકલીફ ઊભી થાય, તો વિના સંકોચે મને સીધો ફોન કરજો, અમારી ટીમ તાત્કાલિક તમારી મદદ માટે પહોંચી જશે." પોલીસ અધિકારીના આ આશ્વાસનથી ભયના ઓછાયા હેઠળ જીવતા સ્થાનિક રહીશોમાં મોટો રાહતનો અનુભવ થયો હતો અને તેમણે પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. મહિલાઓ, નાના બાળકોની સુરક્ષા અંગે ખાસ સૂચના સ્થિતિ ગંભીર ન બને અને કોઈ અણબનાવ ન બને તે માટે પીઆઈ ગોહિલે સ્થાનિકોને સુરક્ષાના પગલે કેટલીક મહત્વની સૂચનાઓ પણ આપી હતી. તેમણે સોસાયટીના મોભીઓ અને વાલીઓને ખાસ અપીલ કરી હતી કે પૂરના પાણીમાં નાના બાળકોને રમવા કે બહાર નીકળવા દેવામાં ન આવે. આ સાથે જ મહિલાઓને પણ જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું હતું. ખાડીના પાણી ઝડપથી વધી શકે તેમ હોવાથી સાવચેતી જ એકમાત્ર ઉપાય છે, તેમ જણાવી પોલીસે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો કાફલો ખડકાયો સચિન GIDC વિસ્તાર ખાડીના નિચાણવાળા ભાગમાં આવતો હોવાથી ત્યાં પૂરનું જોખમ સૌથી વધુ રહેલું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. પીઆઈ અને તેમની ટીમે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોને કોઈપણ પરિસ્થિતિમાં ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. સંકટના સમયે ખાખી વર્ધીધારીઓની આ પ્રશંસનીય અને માનવતાવાદી કામગીરીથી સુરત પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે અને સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડનો આરોપી મુંબઈથી ઝડપાયો:ભરૂચ પોલીસે મોબાઈલ હેક કરી રૂ.1.48 લાખની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો
    Next Article
    भाषा की पॉलिटिक्स पलट दी Gen Z ने, PAST TENSE में रह गई RSS की हिन्दी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment