Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડા GIDCમાં MSN ઈન્ટરમીડીયેટ્સ કંપનીની આગમાં વધુ એકનું મોત:ઘટના સમયે ઈજાગ્રસ્ત મધુર પરમારે સારવાર સમયે જીવ ગૂમાવ્યો, મૃત્યુઆંક બે

    3 days ago

    શહેરના નરોડા GIDC ફેઝ 3માં MSN ઇન્ટરમિડીયેટસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 4 દિવસ પહેલા બોઇલર ફાટવાના કારણે ચાર મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત મધુર પરમારનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેમના પરિવારજનો નરોડા જીઆઇડીસી ખાતે આવેલી કંપનીમાં પહોંચ્યા હતા. પરિવારે કંપનીના સંચાલકો પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો પરિવારજનો દ્વારા મૃતકને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. કંપનીના સંચાલકોએ યોગ્ય પગલાં ના લેતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. કંપનીના કર્મચારીઓને યોગ્ય સુરક્ષા ના આપતા અને બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બેના મોત થયા છે. અમદાવાદના નરોડા GIDCમાં અર્બુદા કાંટા પાસે આવેલા કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. કેમિકલની ફેક્ટરીના હોવાના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાયરબિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    BCAની ચૂંટણી બાબતે હાઈકોર્ટમાં 4 ઓગસ્ટે સુનાવણી:વચગાળાની વ્યવસ્થા યથાવત, હાઇકોર્ટે કહ્યું કે વચગાળાની વ્યવસ્થાનો દુરુપયોગ થતો હોય તો કન્ટેમ્પ્ટ અરજી કરી શકાય
    Next Article
    5 નવી વોલ્વો બસને મેયરે લીલીઝંડી આપી:રાજકોટથી ભુજ 3 અને વડોદરા રૂટ પર 2 નવી બસ શરૂ, મુસાફરો માટે આધુનિક અને આરામદાયક સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment