Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCAની ચૂંટણી બાબતે હાઈકોર્ટમાં 4 ઓગસ્ટે સુનાવણી:વચગાળાની વ્યવસ્થા યથાવત, હાઇકોર્ટે કહ્યું કે વચગાળાની વ્યવસ્થાનો દુરુપયોગ થતો હોય તો કન્ટેમ્પ્ટ અરજી કરી શકાય

    3 days ago

    બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓની જરૂર પડતા અપીલકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. જો કે સુપ્રીમકોર્ટમાં ઉનાળુ વેકેશન હોવાથી હવે આ મુદ્દે સુપ્રીમમાં મધ્ય જુલાઈમાં સુનવણી થાય તેવી શકયતાઓ છે. જેથી હાઇકોર્ટમાં 4 ઓગસ્ટના રોજ સુનવણી રાખવામાં આવી છે. વિવાદિત પોસ્ટ સિવાયની પોસ્ટનું પરિણામ જાહેર કરવાની માગ આ દરમિયાન કેટલાક પક્ષકારો દ્વારા માંગ કરવામાં આવી હતી કે, જે પોસ્ટ વિવાદિત છે, તેના સિવાયની પોસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવે. અહીં પ્રમુખ સેક્રેટરી અને ખજાનચીની પોસ્ટ વિવાદમાં છે. ત્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે આવી બોડી માથા, હૃદય અને ફેફસા વગરના શરીર જેવી હશે. વળી એક વખત પરિણામ જાહેર થયા બાદ હોદ્દેદાર 3 વર્ષ સુધી જ હોદ્દા ઉપર રહી શકે છે. ત્યારે જો આ અરજી વધુ સમય ચાલી તો તેમને જ નુકશાન જશે. પક્ષકારોએ વચગાળાના વ્યવસ્થાપકો દ્વારા કોર્ટના હુકમના દુરુપયોગ કરીને કામગીરી કરાઈ રહી હોવાના આક્ષેપ ઉપર કોર્ટે કન્ટેમ્પ અરજીનો રસ્તો ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. મૂળ વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCA ની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો. જો કે સિંગલ જજ દ્વારા રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા વધારવામા આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડે ના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. શું છે સમગ્ર મામલો? આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022 ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. જેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. બરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે. આમ સિંગલ જજે અરજદારોની અરજી માન્ય રાખી હતી.
    Click here to Read More
    Previous Article
    ખોડલધામ દશાબ્દિ મહોત્સવનો આમંત્રણ રથ ભરૂચ પહોંચ્યો:ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, માતાજીની આરતી ઉતારી
    Next Article
    નરોડા GIDCમાં MSN ઈન્ટરમીડીયેટ્સ કંપનીની આગમાં વધુ એકનું મોત:ઘટના સમયે ઈજાગ્રસ્ત મધુર પરમારે સારવાર સમયે જીવ ગૂમાવ્યો, મૃત્યુઆંક બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment