Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના પાંડેસરા GIDCમાં કામદારોનો ઉગ્ર આક્રોશ:રવિવારની રજા અને 8 કલાકની નોકરી મુદ્દે લક્ષ્મીપતિ મિલ બહાર 200થી વધુ કારીગરો રસ્તા પર ઉતર્યા, પોલીસ કાફલો દોડતો થયો

    1 day ago

    સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરા GIDC સ્થિત લક્ષ્મીપતિ યુનિટ-2માં કામ કરતા એમ્બ્રોડરી કારીગરોએ રવિવારની રજા તેમજ કામના કલાકો નક્કી કરવાની માંગણી સાથે મોરચો માંડ્યો છે. લક્ષ્મીપતિ ટેક્સટાઇલ મિલ બહાર આશરે 200 જેટલા કારીગરો એકત્ર થઈને હડતાલ પર બેસી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. કારીગરોએ સ્પષ્ટ માંગ કરી હતી કે તેમને દર રવિવારે સાપ્તાહિક રજા મળવી જોઈએ અને તેમની ફરજના કલાકો 8 કલાક નક્કી કરવામાં આવે. કામદારો એકત્ર થતા પોલીસ કાફલો દોડી ગયો કામદારો દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હડતાલની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ રસ્તા પરથી કામદારોને હટાવવાની તજવીજ હાથ ધરી હતી. રવિવારની રજા સહિત કામના કલાકો અને વેતનને લગતા વિવિધ મુદ્દાઓને લઈને યુનિટ સંચાલકો અને કામદારો વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે. કારીગર જયપ્રકાશએ જણાવ્યું હતું કે, અમે અમારી માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે સંચાલકો તરફથી કહેવામાં આવી રહ્યું છે કે 'ઘરે જાઓ, શેઠ લોકો અંદરોઅંદર વાતચીત કરી રહ્યા છે અને ઉકેલ આવી જશે.' ત્યારબાદ પોલીસ દ્વારા પણ અમને ત્યાંથી ખસીને ઘરે જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કામદારોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનો અવાજ ઉઠાવતા રહેશે. સુરત કલેકટરે થોડા દિવસ પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે, સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામ કરતા લાખો શ્રમિકોના હિતને ધ્યાને રાખીને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા થોડા સમય પહેલાં જ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા અંતર્ગત તમામ ઔદ્યોગિક એકમોમાં કામદારો માટે રવિવારની સાપ્તાહિક રજા ફરજિયાત કરવા તેમજ નોકરીના કામકાજના કલાકો નિયમ મુજબ 8 કલાક નક્કી કરવાનો આદેશ અપાયો હતો. આમ છતાં, કેટલાક એકમો દ્વારા વહીવટી તંત્રના જાહેરનામાનું પાલન ન કરાતું હોવાના આક્ષેપ સાથે કારીગરોમાં રોષ ભભૂકી રહ્યો છે અને તેને લીધે જ આ પ્રકારના વિરોધ પ્રદર્શનો સામે આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા:કેપ્ટન સ્મિત માટે સુરતમાં હનુમાન ચાલીસાના જાપ, બાળકીને દડો અડતા બાળકને બેરેહમીથી ફટકાર્યો
    Next Article
    Lucknow Man Electrocutes Drinking Partner To Steal Rs 2,250 From His Pocket

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment