Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડવિભાગની કાર્યવાહી:ડીસા GIDCમાં 6.14 લાખનું 929 લિટર શંકાસ્પદ ઘી જપ્ત

    1 week ago

    ડીસા શહેરના GIDC વિસ્તારમાં ફૂડ વિભાગે મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરીને એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. કુલ 6.14 લાખ રૂપિયાનું 929 લીટર ઘી કબ્જે લેવામાં આવ્યું, જ્યારે એક્સપાયર થયેલું આશરે 1.40 લાખનું ઘી નાશ કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન નિકુંજકુમાર વિનોદભાઈ બાંડીવાલા નામની પેઢીના ગોડાઉન પર શોપ નં. 5માં બી.એમ. દોશી કોમ્પ્લેક્સ પર દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. ફૂડ વિભાગની તપાસ દરમિયાન ત્યાંથી કુલ 929 લીટર જેટલું શંકાસ્પદ ઘી મળી આવ્યું, જેની કિંમત આશરે 6,14,995 રૂપિયા ગણાય છે. આ શંકાસ્પદ ઘી અંગે ગુણવત્તા બાબતે શંકા ઊભી થતાં સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી જે બાદ જથ્થો સીઝ કરી દેવાયો હતો. આ ઉપરાંત તપાસ દરમિયાન સ્થળ પર જ એક્સપાયર ડેટ વાળું ઘી પણ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 1.40 લાખની કિંમતનું ઘી જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમે ઘીન ડીસાની ડમ્પીંગ સાઈટ પર જઈને નાશ કરી દીધો હતો. પેઢીના સંચાલક નિકુંજ બાંડીવાલાએ ગ્રાહકોને આકર્ષવા માટે ગાયના ઘીનું આકર્ષક લેબલિંગ કરીને હર ગૃહિણી કી પહેલી પસંદ ગૌરસ ગાય ઘી પ્રોડક્ટ ઉત્પાદન કરતા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ પેઢી ઉપર અગાઉ પરથી લેવામાં આવેલા ઘીના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દુકાન ભડકે બળી:આંબલિયાસણમાં રેડીમેડ કપડાંની દુકાનમાં આગથી સામાન બળી ગયો
    Next Article
    વાવના વેપારીને ધમકાવનાર વિરુદ્ધ એટ્રોસિટી‎:ભાજપનો પ્રમુખ છું, ફરિયાદ પાછી ખેંચી લેજે નહીંતર પત્તો નહીં લાગે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment