Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની સાયખા GIDCમાં બ્લાસ્ટ:સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટથી 5 કામદારોના કમકમાટીભર્યા મોત

    19 hours ago

    ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં આવેલી સિનઝીલ ફાર્માકેમ (SynZeal Pharmachem) કંપનીમાં શનિવારે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. કંપનીમાં કેમિકલ પ્રોસેસિંગ (રાસાયણિક પ્રક્રિયા) દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગઝબના વિસ્ફોટમાં ઘટનાસ્થળે જ 5 કામદારોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક અન્ય કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સાંભળવા મળ્યો હતો અને કંપની પરિસરમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ સાયખા અને આસપાસના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર લાશકોરો દ્વારા ભારે જહાંમઝહત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પ્રતિષ્ઠા-૭૨ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી, છઠ્ઠા દિવસે પણ ઉત્સાહભેર માતાજીની આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અભિજ્યોત ગ્રીન્સમાં મહિલાઓએ વ્રજતાળી ગરબા કર્યા, છઠ્ઠા નોરતે ભક્તિમય વાતાવરણ બન્યું, અંતે ફાફડાનો સ્વાદ માણ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment