Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી GIDCમાં 24.79 લાખનો દારૂ ઝડપાયો:એકની ધરપકડ, મુખ્ય સૂત્રધાર ફરાર; તહેવારો પહેલાં પોલીસની કાર્યવાહી

    2 days ago

    વલસાડ જિલ્લા પોલીસે વાપી GIDC વિસ્તારમાંથી ₹24.79 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર છે. આગામી તહેવારો જેવા કે રમઝાન ઇદ, રામ નવમી, ચેટી ચાંદ અને ગુડી પડવાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ વાપી GIDC પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, 16 માર્ચની સાંજે મુંબઈ તરફ જતા સર્વિસ રોડ પર હોટલ સર્વોત્તમ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન MH-48-AY-1832 નંબરના એક આઇસર ટેમ્પોને રોકી તેની તલાશી લેવામાં આવી હતી. ટેમ્પોની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 9192 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ₹16,69,440 છે. આ ઉપરાંત, ₹8,00,000નો આઇસર ટેમ્પો અને ₹10,000નો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે, આમ કુલ ₹24,79,440નો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક વિશાલ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધોડી (રહે. પાલઘર, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દમણના ઝાકીરભાઈ નામના શખ્સે આ દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું સામે આવ્યું છે. ઝાકીરભાઈ હાલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર ઓપરેશન વલસાડ LCBના પી.આઈ. જે.જી. વસાવા અને વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના ડૉ. વાડોદરીયા 'બેસ્ટ રિસર્ચર એવોર્ડ'થી સન્માનિત:કપાસ સંશોધનમાં 35 વર્ષના યોગદાન બદલ રાજ્યપાલે સન્માનિત કર્યા
    Next Article
    Why Sean Penn, Oscars 2026 Best Supporting Actor Winner, Skipped Awards. Zelensky Has An Answer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment