Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિન GIDCમાં સંકલિત વેરાબિલમાં 23% સુધીના વધારાથી રોષ:જંત્રી દર 5,870થી વધી 8,940 થતાં ઉદ્યોગકારો મુશ્કેલીમાં, મુખ્યમંત્રીને પત્ર લખી તાકીદે રાહત આપવા માંગ

    14 hours ago

    સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDCમાં સંકલિત વેરાબિલમાં 20થી 23 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાતાં સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. આ ગંભીર સમસ્યાને વાચા આપવા માટે સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી તેમજ ઉદ્યોગમંત્રીને સીધો પત્ર પાઠવવામાં આવ્યો છે. પત્રમાં રાજ્ય સરકારે તાકીદે હસ્તક્ષેપ કરી વેરાબિલમાં તાત્કાલિક રાહત આપવાની માગ કરાઈ છે. બાંધકામ સ્ટ્રક્ચર રેટ અને જંત્રી દરમાં ધરખમ વધારાથી વેરો ઉછળ્યો સચિન જીઆઈડીસી નોટિફાઇડ એરિયા દ્વારા નવા બ્લોક વર્ષ 2026થી 2030 માટે આકારણી હાથ ધરીને ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના સંકલિત વેરાબિલ ઇશ્યૂ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2022થી 2026ના જૂના બ્લોકની સરખામણીએ વર્ષ 2026થી 2030ના નવા બ્લોકમાં A, B અને C પ્રકારના બાંધકામ સ્ટ્રક્ચર રેટમાં માર્કેટ વેલ્યુએશનના બહાને મોટો વધારો કરવામાં આવ્યો છે. સાથોસાથ જીઆઈડીસીની જંત્રીના દર પણ વર્ષ 2023ના પ્રતિ ચોરસ મીટર દીઠ ₹5,870થી વધારીને સીધા ₹8,940 કરી દેવાયા છે, જેના પરિણામે ઉદ્યોગો પર 20થી 23 ટકા વધારાના વેરાનો સીધો બોજ પડશે. વૈશ્વિક મંદી અને માંગ ઘટવાથી રોજગારી પર સંકટના એંધાણ સોસાયટીના ચેરમેન મયુર ગોડવાલાએ જણાવ્યું કે, હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે કાચા માલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ માર્કેટમાં તૈયાર માલની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારોમાં વેચાણ ઘટી ગયું છે અને નિકાસ પણ ઠપ થઈ ગઈ છે. આવા કપરા સંજોગોમાં જો સરકાર તરફથી ઉદ્યોગોને જરૂરી સહયોગ નહીં મળે, તો તેની સીધી વિપરીત અસર એકમોના ઉત્પાદન, લાખો કામદારોની રોજગારી અને સમગ્ર સપ્લાય ચેઇન પર પડવાની પૂરી શક્યતા છે. નોટિફાઇડ ઓથોરિટી પાસે પૂરતું ફંડ ઉપલબ્ધ, નવો બોજ બિનજરૂરી સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ મયૂર ગોળવાલા અને સેક્રેટરી કિશોર પટેલે વિગતો આપતાં જણાવ્યું કે, સચિન જીઆઈડીસી સંપૂર્ણપણે વિકસિત (સેચ્યુરેટેડ) એસ્ટેટ છે. હાલ સ્થાનિક નોટિફાઇડ ઓથોરિટી પાસે પૂરતા પ્રમાણમાં ફંડ ઉપલબ્ધ છે. કોઈપણ નવા કરવેરાના વધારા વગર પણ રસ્તા, સ્ટ્રીટલાઈટ, ગટર લાઇન, પાણી પુરવઠો અને સફાઈ જેવી તમામ પાયાની નાગરિક સુવિધાઓ સરળતાથી ચલાવી શકાય તેમ છે, જેથી ઉદ્યોગો પર આવો વધારાનો કરબોજ નાખવો તદ્દન ગેરવાજબી છે. કોરોના કાળની જેમ વેરામાં રાહત આપવા માંગ ઉદ્યોગકારોએ પત્રના અંતમાં સરકાર સમક્ષ માંગણી કરી છે કે, જે રીતે ભૂતકાળમાં કોરોના મહામારીના કપરા સમયમાં સરકારે ઉદ્યોગોને વિશેષ રાહત આપી હતી, તે જ રીતે આ કટોકટીના સમયમાં પણ સંકલિત વેરાબિલમાં ઉદ્યોગોને તાત્કાલિક રાહત આપવામાં આવે. જો સરકાર કક્ષાએ નીતિવિષયક નિર્ણય લેવામાં વિલંબ થાય તેમ હોય, તો સ્થાનિક નોટિફાઇડ ઓથોરિટીને માત્ર 1 વર્ષ પૂરતો વેરા સંદર્ભે સ્વાયત્ત નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવે જેથી સ્થાનિક સ્તરે ઉદ્યોગોને તાકીદે રાહત આપી શકાય.
    Click here to Read More
    Previous Article
    ઝાયડેક્સ કંપની સાથે 1.03 કરોડ રૂપિયાની ઠગાઈ:ડિરેક્ટર અજય રાનકાના નામે વોટ્સએપ પ્રોફાઇલ બનાવીને ‘હું અજય રાનકા બોલું છું’ના મેસેજ બાદ મીટિંગમાં હોવાનું કહી ફોન નહીં કરવા સૂચના આપીને 5 બેંક એકાઉન્ટમાં
    Next Article
    On Camera, Asked To Show ID At Bengaluru Pub, IAS Officer Abuses Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment