Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાયડેક્સ કંપની સાથે 1.03 કરોડ રૂપિયાની ઠગાઈ:ડિરેક્ટર અજય રાનકાના નામે વોટ્સએપ પ્રોફાઇલ બનાવીને ‘હું અજય રાનકા બોલું છું’ના મેસેજ બાદ મીટિંગમાં હોવાનું કહી ફોન નહીં કરવા સૂચના આપીને 5 બેંક એકાઉન્ટમાં

    13 hours ago

    વડોદરા શહેરમાં સાયબર ઠગોએ ઝાયડેક્સ કંપનીના ડિરેક્ટરના નામ અને વોટ્સએપ પ્રોફાઇલ ફોટાનો દુરુપયોગ કરીને ઝાયડેક્સ કંપનીના જનરલ મેનેજરને વિશ્વાસમાં લઈને સાયબર ગઠિયાઓએ 1.03 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. શહેરના ગોત્રી-સેવાસી રોડ પર આવેલી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજરને અજાણ્યા નંબર પરથી ઝાયડેક્સ કંપનીના ડિરેક્ટર ડૉ. અજય રાનકાના નામે મેસેજ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાંની વિગતો મોકલી કંપનીના ખાતામાંથી ચાર ટ્રાન્ઝેક્શન મારફતે 1,03,52,412 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે જનરલ મેનેજર સુભાષ ગુપ્તાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુભાષ ગુપ્તા છેલ્લા ચાર વર્ષથી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપનીમાં બેંકિંગ વ્યવહારો માટે નેટ બેંકિંગની સુવિધા છે. કંપનીના એસોસિયેટ મેનેજર મીનેષ દેસાઈ દ્વારા પેમેન્ટની મંજૂરી માટે ડિરેક્ટરોને દરખાસ્ત મોકલવામાં આવે છે અને ડૉ. અજય રાનકા, પૂજા રાનકા અથવા મૌલિક રાનકામાંથી કોઈ એક ડિરેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ પેમેન્ટ કરવામાં આવે છે. ગત 9 ઓક્ટોબરે બપોરે આશરે 1:30 વાગ્યે સુભાષ ગુપ્તા કંપનીની ઓફિસમાં હાજર હતા ત્યારે તેમના વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારના વોટ્સએપ પ્રોફાઇલમાં કંપનીના ડિરેક્ટર ડૉ. અજય રાનકાનું નામ અને ફોટો હોવાથી ગુપ્તાએ તેને ડિરેક્ટરનો જ મેસેજ માની જવાબ આપ્યો હતો. ત્યારબાદ સામેવાળાએ પોતે મીટિંગમાં હોવાનું જણાવી કોઈએ ફોન ન કરવો અને મીટિંગ બાદ પોતે ફોન કરશે તેમ કહ્યું હતું. આ પછી ઠગે બેંક ખાતાની વિગતો મોકલી રૂ. 25,60,901 ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. ગુપ્તાએ કંપનીના એસોસિયેટ મેનેજર મીનેષ દેસાઈને પેમેન્ટ માટે જણાવ્યું હતું. જેથી કંપનીના બેંક ખાતામાંથી 25,60,901 રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ત્યારબાદ 18,40,905 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્રીજા વ્યવહારમાં 23,90,105 રૂપિયા અને ચોથા વ્યવહારમાં બેંક ખાતામાંથી 35,60,501 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ રીતે કુલ ચાર ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 1,03,52,412ની રકમ અલગ-અલગ બેંક ખાતાંમાં જમા કરાવવામાં આવી હતી. આરોપીઓએ વધુ નાણાં પડાવવાના ઇરાદે વારંવાર નવા ખાતાંની વિગતો મોકલી હતી. ડિરેક્ટરના નામ અને પ્રોફાઇલ ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખસોએ પૂર્વઆયોજિત કાવતરું રચી કંપની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જુઓ વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:44 બેઠકમાંથી 38 ભાજપને અને 5 કોંગ્રેસને મળી, આપના સુપડા સાફ
    Next Article
    સચિન GIDCમાં સંકલિત વેરાબિલમાં 23% સુધીના વધારાથી રોષ:જંત્રી દર 5,870થી વધી 8,940 થતાં ઉદ્યોગકારો મુશ્કેલીમાં, મુખ્યમંત્રીને પત્ર લખી તાકીદે રાહત આપવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment