Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમિટમાં ચર્ચા થઈ:નરોડા GIDC 2040 સુધીમાં 51થી 63% જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડશે

    7 hours ago

    જીસીસીઆઈની શુક્રવારે યોજાયેલી સસ્ટેનિબિલિટી સમિટમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ઉદ્યોગો કઈ રીતે પ્રગતિ કરી શકે તે મુદ્દે ચર્ચા થઈ હતી. ગુજરાતના સૌથી જૂના ઔદ્યોગિક હબ નરોડા GIDCમાં પરિવહનને કારણે થતું પ્રદૂષણ ડામવા માટે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, આ વિસ્તાર અમદાવાદમાં પ્રવેશતાં કુલ ભારે વાહનોના ટ્રાફિકનો 40% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. અહીં રોજ અંદાજે 4,800 માલવાહક વાહનોની અવરજવર થાય છે. રિપોર્ટ મુજબ, નરોડા GIDCમાં વાહનવ્યવહારની અવરજવરને કારણે વર્ષે અંદાજે 1,489 ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે (જેમાં 878.5 ટન માલવાહક વાહનો અને 610.5 ટન પેસેન્જર વાહનોનો ફાળો છે). આ પ્રદૂષણ નાથવા માટે તૈયાર કરાયેલા રોડમેપ મુજબ, 2040 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 51%થી 63% સુધીનો ઘટાડો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ભવિષ્યનું આયોજન • શોર્ટ ટર્મ (1 થી 2 વર્ષ) : એસ્ટેટના ગેટ 1 પાસે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરાશે. નરોડા ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશને ગાર્બેજ કલેક્શન માટે 100% ઇલેક્ટ્રિક વાહનો વસાવીને પહેલેથી જ શરૂઆત કરી દીધી છે. • મિડ ટર્મ (3 થી 5 વર્ષ) : ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડનારાઓના કાફલામાં 30%થી વધુ ઇલેક્ટ્રિક વાહનો ફરજિયાત કરવા પર વિચારણા છે. સિમેન્સ જેવી કંપનીઓએ એસ્ટેટમાં પોતાના કર્મચારીઓ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. • લાંબો ગાળો (2040 સુધી) : નરોડામાં ફરતા કુલ 12,000થી વધુ પેસેન્જર અને માલવાહક વાહનોને ક્રમશઃ બદલવામાં આવશે. જો 10,000 વાહનો ઇલેક્ટ્રિક થશે તો પ્રદૂષણમાં 63% ઘટાડો જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ ઈરાન યુદ્ધના સવાલ પર ભડક્યા:પત્રકારને જૂઠો માણસ કહ્યો, કહ્યું- સાચું નથી લખતા, પોતાના પર શરમ આવવી જોઈએ
    Next Article
    Virat Kohli Reveals Why He Got Emotional After RCB's 1st IPL Title In 2025: 'Pressure Of Many Years'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment