Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ.:​જૂનાગઢ GIDC-2 માં આવેલી માધવ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ: ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી.

    10 hours ago

    ​જૂનાગઢ શહેરના જીઆઈડીસી (GIDC) ફેઝ-2 વિસ્તારમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. અહીં આવેલી માધવ પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માધવ પ્લાસ્ટિકના કારખાનામાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગને પગલે આસપાસના અન્ય કારખાનાના શ્રમિકો અને માલિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ​ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં કાબૂમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ​આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતે આગનું કારણ હજુ અકબંધ છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની તેમજ આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસાના સાકરીયામાં સુતેલા હનુમાનજી મંદિરે જન્મોત્સવ ઉજવાયો:વૈદિક ભૂદેવો દ્વારા મારુતિ યજ્ઞ, 50થી વધુ દંપતીએ લાભ લીધો
    Next Article
    પનીર અસલી છે કે એનાલોગ, હોટલ-રેસ્ટોરન્ટમાં ફરજિયાત બોર્ડ લાગશે:નકલી, સબ-સ્ટાન્ડર્ડ પનીરનું વેચાણ રોકવા સરકાર એક્શન મોડમાં; અસલી પનીરને આ રીતે ઓળખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment