Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીમમાં પોતાની કંપની હોવાનું કહીને કરોડોની ઠગાઈ:સચિન GIDCના વેપારી પાસેથી 1.45 કરોડની જરીનું મટિરીયલ લઇને પિતા-પુત્રએ ફુલેકું ફેરવ્યું

    1 week ago

    સચિન જીઆઇડીસીમાં આ‌વેલી ફેક્ટરીના માલિકને પાસેથી રૂ. 1.45 કરોડની કિંમતનું લેકર ફિલ્મ અને જરીનું મટિરિયલ ઉધારમાં લીધા બાદ કિમમાં આવેલું પોતાનું કારખાનું બંધ કરીને નાસી ગયેલા પિતા પુત્ર સામે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સલાબતપુરા ધામલાવાડ ખાતે રહેતા અમિત નગીનદાસ કાપડિયા સચિન જીઆઇડીસીમાં શિવ શક્તિ જરીના નામે ફર્મ ધરાવે છે અને લેકર ફિલ્મ અને જરી બનાવવાનો ધંધો કરે છે. ફેબ્રુઆરી 2025ના રોજ તેમની ફેક્ટરી પર ભરત વિઠ્ઠલ ફિનાવીયા આવ્યા હતા. કીમ માંડવી રોડ પર આવેલા મોલવનગામમાં એન્જેલિયા પોલીફિલ્મસ ઇન્ડ.ના નામે તથા સચિન જીઆઇડીસી ડાયમંડ ઇન્ડ.પાર્કમાં એનજલ ઇન્ડસ્ટ્રીઝના નામે ફેકટરી હોવાનું તથા તેમને લેકર ફિલ્મની વધારે જરૂર પડતી હોવાનું કહ્યું હતુ. તેમની વચ્ચે 30 દિવસમાં પેમેન્ટ કરવાનું નક્કી થયું હતું. જેથી ફેબ્રુઆરી 2025માં અમિતે રૂ.3.31 લાખનો માલ મોકલ્યો હતો. જેનું સમયસર પેમેન્ટ કરીને ભરત અને તેના પિતા વિઠ્ઠલે વિશ્વાસ કેળવી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    SVNIT એલ્યુમની એસો.ની મ્યુઝિકલ નાઇટ:સંગીત, સ્નેહ સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો મેસેજ
    Next Article
    છાત્રોને એક્સપર્ટ સાથે સીધી વાત કરવાની તક મળશે:ચૂંટણી પંચે ત્રણ નવા પ્રોજેક્ટ લોન્ચ કર્યા, દિલ્હીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ-રિસર્ચમાં વિદ્યાર્થી જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment