Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર GIDCમાં 12 ફૂટ ઊંડા ખાડામાંથી યુવકનો મૃતદેહ મળ્યો:પત્ની, પ્રેમી સહિત 3ની ધરપકડ, 2 વર્ષથી ગુમ હતો યુવાન; પતિ-પત્ની સાત વર્ષથી અલગ રહેતાં હતાં

    8 hours ago

    જામનગરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા શિવમ પાર્કની એક ફેક્ટરીમાંથી પોલીસે 12 ફૂટ ઊંડા ખાડામાંથી જિગ્નેશ નામના યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ હત્યાકાંડનો પર્દાફાશ થતાં પોલીસે મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ માવદીયા, તેનો પ્રેમી નિલેશ કછેટીયા અને પરપ્રાંતીય સહ-આરોપી બલવીર વર્માની ધરપકડ કરી છે. ખાડામાંથી મળી આવેલા માનવ કંકાલને ફોરેન્સિક (FSL) પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે ગુનાનો ભેદ ઉકેલવા અને વધુ વિગતો સામે લાવવા માટે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. મૃતક જીગ્નેશના ભાઈ અશોકભાઈ માવડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જામનગરમાં ગુમ થયેલા યુવકની હત્યાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષથી પરિવારને એવું કહીને અંધારામાં રાખવામાં આવ્યો હતો કે "યુવક ઓસ્ટ્રેલિયા ગયો છે". જોકે, પરિવારે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતાં જ સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો છે. જીગ્નેશ અને તેની પત્ની લગ્નનાં સાત વર્ષથી અલગ રહેતાં હતાં અને તેમને ત્રણ દીકરી છે. છેલ્લા બે વર્ષથી જીગ્નેશ ક્યાં છે તે અંગે પરિવાર પૂછપરછ કરતો ત્યારે તેમને જીગ્નેશ ઓસ્ટ્રેલિયા ગયો હોવાનો જવાબ મળતો હતો. પરિવારને શંકા જતાં તેમણે જીગ્નેશ સાથે સીધી વાત કરાવવા અથવા તેનો ઓસ્ટ્રેલિયાનો સંપર્ક નંબર આપવા દબાણ કર્યું હતું. કોઈ નંબર ન મળતાં, પરિવારે સ્પષ્ટ કહી દીધું હતું કે જો નંબર નહીં મળે તો તેઓ પોલીસ મથકે ગુમશુદા ફરિયાદ નોંધાવશે. મિસિંગ કમ્પ્લેઇન નોંધાવવાની ધમકી મળતાં જ આરોપી પક્ષ ઘેરાઈ ગયો હતો અને જીગ્નેશના ભાઈને ઘરે બોલાવીને "તમારા ભાઈને મારી નાખ્યો છે" તેવી કબૂલાત કરી હતી. આ સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસ મથકે પહોંચી લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જીગ્નેશ ધરમશીનો મૃતદેહ દરેડ વિસ્તારમાં આવેલ એક કારખાના નજીકથી મળી આવ્યો હતો. મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર, જીગ્નેશને દારૂ પીવાની કોઈ કુટેવ નહોતી.
    Click here to Read More
    Previous Article
    તખતગઢ ગામે 51 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત:હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના કામોનો પ્રારંભ કરાયો; આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા
    Next Article
    પાવી જેતપુરના અણિયાદ્રીમાં મધરાત્રે મકાનમાં આગ:શોર્ટ સર્કિટથી ઘરવખરી, રોકડ સહિત લાખોનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment