Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ:10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા, અંકલેશ્વરની મોદી હોસ્પિટલ ખસેડાયા, દૂરદૂર ધૂમાડાના ગોટેગોટા દેખાયા

    11 hours ago

    ભરૂચના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના બની છે. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો, જે બાદ જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. જેમાં 10થી વધુ કામદારો દાઝયા હોવાની માહિતી સામે આવી છે. દાઝેલા તમામને ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દૂર સૂધી અવાજ સંભાળાયો કંપનીના પ્લાન્ટમાં કોઈ કારણોસર પ્રચંડ ધડાકો થયો હતો, જેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. આગ એટલી વિકરાળ છે કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. બ્લાસ્ટને પગલે કંપનીમાં કામ કરતા કામદારો અને આસપાસની કંપનીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જીવ બચાવવા માટે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી ઘટનાની જાણ થતા જ સ્થાનિક ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારોમાંથી ફાયર ટેન્ડરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ અકબંધ આગ કયા કારણોસર લાગી અને બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં હજુ તપાસ ચાલુ છે. હાલ પ્રાથમિકતા આગ પર કાબૂ મેળવવાની અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની છે. આગ હજુ પણ કાબૂ બહાર હોવાથી અને કેમિકલ યુનિટ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા સાવચેતીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં વધુ વિગતોની અપેક્ષા છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આપને પડાકારવા CM ખુદ મેદાને ઉતર્યા:ગુજરાતીઓને અભણ કહેવા પર મતદારનો કોંગ્રેસના નેતા પર સવાલોનો મારો, તમને લાફો મારી માફી માગું તો ચાલે?
    Next Article
    Amid Rumours Of Spat With Parth Samthaan, Co-Star Rishita Kothari Says She Was Told, "It's A Man's World"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment