Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરા ઉદ્યોગને મળ્યો 'સુરત કટ ડાયમંડ'નો GI ટેગ:'90% હીરા આપણા, તો નામ પણ આપણું જ', સુરત હીરા ઉદ્યોગ ગ્લોબલ ઓળખ બનશે

    2 days ago

    ગુજરાતના હીરા ઉદ્યોગ માટે 13 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. સુરત અને સમગ્ર ગુજરાતમાં તૈયાર થતા હીરાને હવે વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ મળી છે. સુરત ડાયમંડ એસોસિએશનના લાંબા સમયના પ્રયત્નો અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (EDII) ના સહયોગથી ગુજરાતમાં તૈયાર થતા હીરાને 'સુરત કટ ડાયમંડ' નામે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન (GI)ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિથી રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના કાર્યક્રમમાં પ્રમાણપત્ર એનાયત કરાયું અમદાવાદ ખાતે EDII દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારત સરકારના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક્સ (CGPDTM) પ્રો. ડો. ઉન્નત પંડિત અને EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાના હસ્તે આ ઐતિહાસિક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટએ આ સન્માન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ ગૌરવ સેઠી, દામજીભાઈ માવાણી અને ભુપતભાઈ કનાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શું છે GI ટેગ અને હીરા ઉદ્યોગ માટે તેનું મહત્વ? GI એટલે કે 'જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન' (ભૌગોલિક સંકેત). આ ટેગ એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ બને છે અને તેની ગુણવત્તા તે વિસ્તારની વિશેષતા હોય છે. જેમ પાટણના પટોળા અને જામનગરની બાંધણી પ્રખ્યાત છે, તેમ હવે 'સુરત કટ' હીરાની વિશ્વસનીયતાનું પ્રતીક બનશે. સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પોલિશ થતા હીરાની ચમક અને કટિંગ શૈલી વિશ્વમાં અજોડ છે, જેને હવે કાનૂની મહોર મળી ગઈ છે. બેલ્જિયમ કટના નામે થતું વેચાણ હવે બંધ થશે, સુરતની બ્રાન્ડ ચમકશે સુરત ડાયમંડ એસોસિએશનના બોર્ડ મેમ્બર ગૌરવ સેઠીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે સુરતમાં તૈયાર થયેલા હીરાને યુરોપના દેશોમાં 'બેલ્જિયમ કટ' કહીને વેચવામાં આવતા હતાં. હીરા અહીંના રત્નકલાકારોની મહેનતથી તૈયાર થતા હોવા છતાં સુરતને તેની યોગ્ય ક્રેડિટ મળતી નહોતી. હવે GI ટેગ મળવાથી કોઈ પણ જ્વેલર જો સુરતમાં પોલિશ થયેલા હીરા વાપરે છે, તો તે ગર્વ સાથે 'સુરત કટ ડાયમંડ' લખી શકશે. આનાથી સુરત એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઉભરી આવશે. રત્નકલાકારોની કુશળતાને મળી વૈશ્વિક કાનૂની સુરક્ષા વિશ્વના કુલ હીરાના ઉત્પાદનમાંથી આશરે 90% હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે. આ ટેગ મળવાથી અહીંના હજારો રત્નકલાકારોની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે રક્ષણ મળશે. GI ટેગ માત્ર ઓળખ જ નહીં પણ કાનૂની સુરક્ષા પણ પૂરી પાડે છે. હવે કોઈ અન્ય દેશ કે વિસ્તાર 'સુરત કટ'ના નામનો દુરુપયોગ કરી શકશે નહીં. આનાથી સ્થાનિક ઉત્પાદકોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની અપેક્ષા છે. વેચાણમાં વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ GI ટેગ પ્રાપ્ત થતા જ વસ્તુની યુનિકનેસ સાબિત થઈ જાય છે. આગામી સમયમાં જ્યારે હીરા અને જ્વેલરીના પેકિંગ પર અધિકૃત GI લોગો અને 'સુરત કટ ડાયમંડ' લખેલું હશે, ત્યારે વિદેશી ગ્રાહકોમાં પણ વિશ્વાસ વધશે. આનાથી હીરાની માંગ વધશે અને નિકાસના નવા રસ્તાઓ ખુલશે. ખાસ કરીને લક્ઝરી માર્કેટમાં 'સુરત કટ' એક પ્રીમિયમ સ્ટેટસ સિમ્બોલ બનશે. ગુજરાતની આર્થિક પ્રગતિમાં ડાયમંડ ઉદ્યોગનું નવું સોપાન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના DPIIT વિભાગના સહયોગથી મળેલી આ સફળતા ગુજરાતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. હીરા ઉદ્યોગ પહેલેથી જ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે, ત્યારે આ બ્રાન્ડિંગથી આવનારા દિવસોમાં નવા રોકાણો આવવાની અને બિઝનેસ એક્સપાન્સનની શક્યતાઓ વધી ગઈ છે. સુરત હવે માત્ર ડાયમંડ હબ જ નહીં, પણ 'બ્રાન્ડેડ ડાયમંડ હબ' તરીકે ઓળખાશે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમલગ્નના બે વર્ષમાં જ પતિએ પત્નીની હત્યા કરી:માનેલા ભાઈ સાથે પત્ની વાત કરતી હોય પતિને પસંદ નહોતું, સુરતમાં જાહેર રસ્તા પર જ ખૂની ખેલ ખેલ્યો
    Next Article
    વડોદરામાં 14 ફૂટના મહાકાય મગરનું રહસ્યમય મોત:ઈન ફાઈટ કે પછી ઉંમરને કારણે મોત? એક મહિનામાં 3ના જીવ ગયા; વિશ્વામિત્રીમાં રહેતા 417 મગરોના અસ્તિત્વ સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment