Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 14 ફૂટના મહાકાય મગરનું રહસ્યમય મોત:ઈન ફાઈટ કે પછી ઉંમરને કારણે મોત? એક મહિનામાં 3ના જીવ ગયા; વિશ્વામિત્રીમાં રહેતા 417 મગરોના અસ્તિત્વ સામે સવાલ

    2 days ago

    વડોદરાના ફતેગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલની પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે એક 14 ફૂટના મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મગરની ઉંમર અંદાજે 45 વર્ષ હતી. વડોદરા વન વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મગરોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 417 મગરો દેખાયા હતા. જોકે, છેલ્લા એક મહિનામાં 3 મગરના મોત થયા છે, ત્યારે 16 માર્ચ 2026ના રોજ 14 ફૂટના મગરના મોતને કારણે તેમના અસ્તિત્વ સામે પણ સવાલો ઊભા થયા છે. ગઈકાલે સોમવાર 14 ફૂટ લાંબા મગરનો મૃતદેહ મળ્યો વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા 30 દિવસમાં 3 મગરો અને તે અગાઉ એક એમ કુલ 4 મગરોના મોત થયા છે. અત્યારે મગરોમાં પ્રજનનની સિઝન ચાલતી હોય છે, જેના કારણે તેમની વચ્ચે ટેરેટરીના વર્ચસ્વ માટે લડાઈ થતી હોય છે. આ લડાઈ દરમિયાન થયેલી ઇજાઓ અને વૃદ્ધાવસ્થા મગરના મૃત્યુ માટેના મુખ્ય કારણો હોઈ શકે છે. ગઈકાલે સોમવારે જે મગર મૃત્યુ પામ્યો હતો તેની લંબાઈ 14 ફૂટથી વધુ હતી અને તે પુખ્ત વયનો હતો. તેની ઉંમર પણ એક કારણ હોઈ શકે છે. ટેરિટોરિયલ ફાઈટ એ વન્યજીવોના વર્તનનો એક ભાગ છે. ખાસ કરીને જ્યારે પ્રજનનનો સમય હોય ત્યારે વન્ય પ્રાણીઓમાં અંદરોઅંદર સંઘર્ષ થતો હોય છે. મગરો પોતાના ચોક્કસ વિસ્તાર માટે લડતા હયો છે, જેમાં ઈજા થવાને કારણે ઘણીવાર મૃત્યુ પણ નિપજતું હોય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વન્યજીવ સંરક્ષણના નિયમ મુજબ, જ્યારે કોઈપણ મગર કે અન્ય જીવને રેસ્ક્યુ કરવામાં આવે, ત્યારે તેને તેના કુદરતી રહેઠાણમાં જ છોડવો પડે છે. વન વિભાગ દ્વારા મોટાભાગના કિસ્સામાં મગરોને જે તે વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય ત્યાં જ અથવા તેના નજીકના કુદરતી રહેઠાણમાં ફરી મુક્ત કરવામાં આવે છે. આ અગાઉ 4 અને 5 ફૂટના બે મગર એક બાદ એક મૃત મળ્યા આ પહેલાં 22 ફેબ્રુઆરી 2026ના રોજ શહેરના અકોટા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં કિનારા ઉપર એક મૃત મગર મળી આવ્યો હતો. કોઈ જાગૃત નાગરિકે બ્રિજ પરથી મગરને જોઈ વન વિભાગને જાણ કરી હતી. જેથી જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં નદીના કિનારા પર એક મગર પડ્યો હતો. તેની લંબાઈ આશરે સાડા ત્રણથી ચાર ફૂટ જેટલી હતી. ત્યારબાદ એક 5 ફૂટનો મૃત મગર પણ વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે, ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?
    Click here to Read More
    Previous Article
    હીરા ઉદ્યોગને મળ્યો 'સુરત કટ ડાયમંડ'નો GI ટેગ:'90% હીરા આપણા, તો નામ પણ આપણું જ', સુરત હીરા ઉદ્યોગ ગ્લોબલ ઓળખ બનશે
    Next Article
    Opinion: Blog | West Bengal: BJP's Grand Plan Behind Fielding Suvendu Adhikari From 2 Seats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment