Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GEN-Zને આકર્ષવા PMનો વડોદરામાં હાઇટેક કાર્યક્રમ:IPL જેવો લાઇવ માહોલ ઉભો કરાશે, નમો 4વિકસિત ભારત બ્રાન્ડિંગ, 5મીથી ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે

    6 hours ago

    પીએમ મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તેઓ વડોદરામાં 35000 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. મોદીની આ મુલાકાતને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નમો ફોર વિકસિત ભારત બ્રાન્ડિંગ હેઠળ આયોજિત કરાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમ થકી મધ્ય ગુજરાતને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડોના વિકાસ કાર્યોની મોટી ભેટ મળશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 20 વર્ષના વિકસિત ભારતનો રોડમેપ વહીવટી તંત્ર તથા ભાજપના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. આ આયોજન દરમિયાન આગામી 20 વર્ષના વિકસિત ભારતના રોડમેપ પર ખાસ ભાર મૂકાશે, જેમાં દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટેના ભવિષ્યના લક્ષ્યાંકો રજૂ કરાશે. આ રોડમેપ દ્વારા યુવાનોને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવશે. આધુનિક ટેક્નોલોજીથી કાર્યક્રમનું લાઇવ પ્રોડક્શન GEN-Zને આકર્ષવા માટે ટેકનોલોજીની દ્રષ્ટિએ આ કાર્યક્રમ અત્યંત આધુનિક અને ભવ્ય રહેશે. FIFA વર્લ્ડ કપ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોના ધોરણે આ કાર્યક્રમનું લાઈવ પ્રોડક્શન(કેપ્ચરિંગ, મિક્સિંગ અને બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે. આ માટે અદ્યતન 4K કેમેરા અને ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. દેશ અને વિદેશની નિષ્ણાત પ્રોડક્શન ટીમો આ આયોજનને સફળ બનાવવા વડોદરા આવશે. ઓનલાઇન બુકિંગ કરાવી કાર્યક્રમમાં પ્રવેશ મહાનગર પાલિકા દ્વારા આ કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન બુકિંગ કરાવવું પડશે.જેના માટે Bookmyshowમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેની 5 સપ્ટેમ્બરથી શરૂઆત થશે. આ કાર્યક્રમ માટેનો 'મોદી 4 વિકસિત ભારત' લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. વડનગરથી વડોદરા, વડોદરાથી વારાણસી અને વારાણસીથી વિકાસના સ્લોગન સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પીએમ લોકો સાથે સંવાદ કરી શકે તે માટે સ્ટેજ પણ ગોઠવવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ નાગરિકો માટે એક અનોખો વિઝ્યુઅલ અને સાંસ્કૃતિક અનુભવ રજૂ કરવામાં આવશે. લાઇટિંગ, મલ્ટી મીડિયા શો અને આધુનિક પ્રોજેક્શન ટેકનોલોજીના માધ્યમથી ઉપસ્થિત જનમેદનીને એક અદ્ભુત વિઝ્યુલ અહેસાસ થશે. રેલવે વિભાગના 20 હજાર કરોડના કામો મોદીના હસ્તે રેલવે વિભાગના 20 હજાર કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોમાં મુખ્યત્વે ત્રણ ફ્રેઇટ કોરીડોરનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હાથે થશે. આ ઉપરાંત વડોદરાથી રતલામ ત્રીજા અને ચોથા ટ્રેકનું ભૂમિપૂજન કરાશે. વિશ્વામિત્રી ડભોઇ લાઇનના ડબલિંગની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે અને વડોદરાથી તાંડા સુધીની નવી લાઇનનું લોકાર્પણ તેમજ પ્રતાપનગરથી તાંડા નવી મેમુ સર્વિસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. શ્રાવણના અંતિમ સોમવારે સુરસાગરની ભવ્ય આરતી વડાપ્રધાનના કાર્યક્રમને લઈને મહાનગરપાલિકાએ સ્વચ્છતા સપ્તાહનું આયોજન કર્યું છે. જે અંતર્ગત શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ભવ્ય પદયાત્રા યોજાશે. આ પદયાત્રા એમએસ યુનિવર્સિટીથી સુરસાગર ખાતે પહોંચશે. જ્યાં મહાદેવની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરના શિવજીના સોંગ્સ દ્વારા ભક્તિમય માહોલ ઉભો કરશે. GEN Zને આકર્ષવાના પ્રયાસો ખાસ કરીને યુવા ધન આ કાર્યક્રમ તરફ આકર્ષાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવી રહ્યા છે. વડોદરાના મંચ પરથી GEN Z સુધી પહોચવાના પણ પ્રયાસો કરવામાં આવે તેમ લાગી રહ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજી કે જે યુવાધનને સ્પર્શે છે તેવા પ્રયાસો આ કાર્યક્રમમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અંદાજે 6000 જેટલા લોકો ઉપસ્થિત રહે તેવી શકયતાઓ દર્શાવાઈ રહી છે. પીએમના કાર્યક્રમને લઈ યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં મેયર ગીતા મકવાણા, મંત્રી મનીષા વકીલ, સાંસદ ડૉ. હેમાંગ જોશી, ધારાસભ્યો કેયુર રોકડિયા, સતીશ પટેલ, શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, રેલ્વેના ડીઆરએમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર ST બસ સ્ટેન્ડમાં મહિલાની હત્યા, CCTV:યુવાને ઢીકાપાટુનો મારમારીને પછાડી, ગંભીર ઈજાથી મહિલાનું સારવાર દરમિયાન મોત
    Next Article
    'સ્વરા ભાસ્કર શૂર્પણખા, વિધર્મીઓ નથી નડ્યા એટલા જયચંદો નડ્યા':'પદ્માવત'ના જૌહર સીનના નિવેદનથી રાજકોટમાં ભક્તિસ્વામી લાલઘૂમ, VHPએ કહ્યું-કલંક અને કીડા સમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment