Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'Gen-Z સે ડર ગયા બૂમર મોદી':અમદાવાદના નવરંગપુરામાં સરકારી હોર્ડિંગ પર PM મોદીના પોસ્ટર પર વિવાદીત સ્ટીકર ચોંટાડતા FIR

    15 hours ago

    અમદાવાદના નવરંગપુરામાં રેલવે ફાટક નજીક આવેલા એક સરકારી હોર્ડિંગ પર પીએમ મોદીના પોસ્ટર પર કેટલાક અજાણ્યા શખ્સોએ વિવાદાસ્પદ સૂત્રો લખેલા સ્ટીકર લગાવ્યા હતા. ખાનગી હોર્ડિંગ પર આ પ્રકારના પોસ્ટર લાગતા કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે હાલ આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. આ સ્ટીકરમાં 'ઝેન ઝી સે ડર ગયા બૂમર મોદી', 'સંઘી બૂમરને ઝેન ઝી કો મરવા દિયા' અને 'મોદીને મરવા દિયા' જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સે સરકારી મિલકત સમાન હોર્ડિંગની ફ્રેમ, લાઈટિંગ અને અસલ પોસ્ટરને નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ફ્રેમ અને લાઈટિંગ અને ઓરિજિનલ પોસ્ટર સહિત કુલ રૂપિયા 26,500નું નુકસાન થયું છે.જો કે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આ વિવાદિત પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટે કંપનીને પોસ્ટર સાથે ચેડા થયાની જાણ થઈ સેલવેલ મીડિયામાં એડમિન મેનેજર કામ કરતા 48 વર્ષીય ચિરાગ ભાવસારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, નવરંગપુરા રેલવે ફાટક પાસે આવેલા સાશ્વત બિલ્ડિંગની આગળના ભાગે કોર્નર પર અમદાવાદ મનપા દ્વારા ટેન્ડરથી ભાડે આપવામાં આવેલું હોર્ડિંગ લાગેલું છે. આ હોર્ડિંગનો ત્રણ વર્ષનો લીઝ કોન્ટ્રાક્ટ આંબાવાડી સ્થિત સેલવેલ મિડિયા સર્વિસિઝ પ્રા.લિ. પાસે છે. 5 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે કંપનીના ધ્યાન પર આવ્યું હતું કે હોર્ડિંગ પર લાગેલી પીએમ સૂર્યઘર યોજનાની સોલાર પેનલની જાહેરાતવાળા અને પીએમ મોદીના ફોટાવાળા પોસ્ટર પર કોઈએ વિરોધ કરતા વિવાદાસ્પદ સ્ટીકર ચોંટાડી દીધા છે. આગામી વર્ષે 7 રાજ્યમાં ચૂંટણી, Gen-Z; 5% મતદારો આમતેમ થયા તો સરકારો બદલાઈ શકે આગામી વર્ષે 7 રાજ્યો-ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી છે. આ ચૂંટણીઓમાં Gen-Z એટલે કે 18 થી 29 વર્ષના મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આની પાછળ બે મોટા કારણો છે. પ્રથમ, જુલાઈમાં દિલ્હીમાં થયેલું Gen-Z આંદોલન, જેણે યુવાનોના રાજકીય વલણ અંગે નવી ચર્ચા જગાવી. બીજું, બિહારના બાંકીપુર અને મધ્ય પ્રદેશના દતિયા પેટાચૂંટણીના ચોંકાવનારા પરિણામો, જેનાથી યુવાનોની ચૂંટણીલક્ષી ભૂમિકા પર ચર્ચા તેજ બની છે. રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી સમીકરણમાં મહિલા, પછાત, ખેડૂત અને દલિત જેવા વર્ગોની સાથે હવે Gen-Z પણ એક મહત્વપૂર્ણ મતદાર જૂથ બનતું જઈ રહ્યું છે. આ 7 ચૂંટણી રાજ્યોમાં લગભગ 22% મતદારો 18 થી 29 વર્ષની વયના છે. આવી સ્થિતિમાં, યુવા મત કોઈપણ પક્ષના ચૂંટણી સમીકરણને બદલી શકે છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    26/11 હુમલા સાથે જોડાયેલો આતંકી અબ્દુલ-અઝીઝનું મોત:ઇસ્લામાબાદની રેસ્ટોરાંમાં જમ્યા બાદ મસ્જિદમાં નમાજ પઢવા જતો હતો, અચાનક જ ઢળી પડ્યો
    Next Article
    ભરૂચમાં AAPનું ખેડૂત સંમેલન:ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, વીજલાઇન માટે જમીન ઉપયોગ સામે ચાર ગણા વળતરની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment