Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ અને Gen-Z મેદાને, ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવો:જ્ઞાનેશકુમાર રાજીનામું રાજીનામું આપો...ના સૂત્રોચ્ચાર કર્યા, યુવતીએ કહ્યું- હોસ્ટેલમાં પણ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત

    8 hours ago

    SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને Gen-Z આક્રમક મોડમાં આવી ગયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે દેશભરમાં દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ વિવાદના વિરોધમાં ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને Gen-Z દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોસ્ટર અને બેનરો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીના ગેટ આગળ બેસીને આઝાદી…આઝાદી, મહિલાઓ કો સુરક્ષા દો…સુરક્ષા દો…, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું…આપો…ના નારા સાથે દેખાવો કર્યો હતો. મહિલાઓને સુરક્ષા આપવા માટે યોગ્ય વ્યસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દુષ્કર્મ થાય ત્યારે કપડાં પર સવાલ ઉઠાવવામાં આવે છે: વિદ્યાર્થિની એક પ્રદર્શનકારી ધ્રુવીએ જણાવ્યું હતું કે, આજે અમે બધા અલગ અલગ મુદ્દાઓને લઈને ભેગા થયા છીએ. રસ્તાઓ પર જ નહીં હવે તો હોસ્ટેલમાં પણ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી. જ્યારે દુષ્કર્મ થાય ત્યારે વિદ્યાર્થિનીઓના કપડાં પર સવાલ ઉઠાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને માનસિક પ્રેશર આપવામાં આવતું હોવાથી તે આત્મહત્યા કરી રહ્યા છે, જે IIT બોમ્બેની ઘટના બાદ સામે આવ્યું છે. તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ છે. જે લોકો દુષ્કર્મ આચરે છે તે લોકો બહાર ફરી રહ્યા છે જેથી સુરક્ષા વ્યવસ્થા સુધારવા અમારી માંગ છે. જ્યારે પ્રદર્શનકારી હરસિદ્ધિએ જણાવ્યું હતું કે, હું કાઠિયાવાડથી આવું છું. જ્યાં દીકરીઓને ભણાવવામાં આવે છે, પરંતુ નોકરી કરાવવામાં આવતી નથી અને ઘરે બેસાડી રાખવામાં આવે છે. કારણકે નોકરી કરવા માટે શહેરમાં જવું પડતું હોય છે અને જ્યાં મહિલાઓ સુરક્ષિત નથી. અભ્યાસ કર્યા પછી પણ સુરક્ષાના કારણે દીકરીઓને ઘરે બેસી રહેવું પડે તેનાથી વધુ શરમજનક બીજું કંઈ નથી. મહિલાઓની સુરક્ષાને લઈને પણ સરકાર કંઈ કરી રહી નથી. અનેક વસ્તુઓ સહન કરી લીધી, પરંતુ હવે દીકરીઓ તબાહી મચાવશે. વ્યવસ્થા અને માનસિકતાના કારણે મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'મારી છેલ્લી ક્ષણ... સોરી, હું રડું છું':કેપ્ટન સ્મિતે PM મોદીનું દિલ જીત્યું, હનુમાનજીએ જીવ બચાવ્યો, મેદાને 5 દેશો ને નિયમોની આંટીઘૂંટી
    Next Article
    સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2,660 કેસ નોંધાયા:સપ્ટેમ્બર માસમાં 9.56 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment