Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી 5 જૂને દમણની મુલાકાતે:તૈયારીઓ પૂરજોશમાં, મુખ્ય માર્ગો પર વિશાળ હોર્ડિંગ્સ અને કટઆઉટ્સ લગાવાયા, એરપોર્ટથી સરકારી કોલેજ સુધીના રૂટને વિશેષ રીતે સજાવાયો

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને દમણની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ રૂ. 4600 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સંઘપ્રદેશમાં વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને દમણ શહેરના વિવિધ વિસ્તારોમાં સૌંદર્યીકરણ અને સજાવટનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા મુલાકાતને સુચારુ બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશાળ હોર્ડિંગ્સ અને કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે. એરપોર્ટથી સરકારી કોલેજ સુધીના સમગ્ર રૂટને વિશેષ રીતે સજાવવામાં આવી રહ્યો છે. માર્ગ પર આવેલા રહેણાંક મકાનો અને સોસાયટીઓને પોર્ટુગીઝ સ્થાપત્યની ઝલક આપવા માટે પીળા, બ્લુ અને બ્રાઉન રંગોથી રંગવામાં આવી રહ્યા છે. સરકારી કોલેજના મુખ્ય પ્રવેશદ્વારને પણ તૈયાર કરવામાં આવ્યો છે. કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં સ્વાગત બેનરો તેમજ ઉદ્ઘાટન અને શિલાન્યાસ થનારા વિકાસ પ્રોજેક્ટોની માહિતી દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે. મશાલ ચોક, નમો પથ, જેટી વિસ્તાર અને દેવકા રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં પણ સજાવટ અને સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમિયાન અંદાજે રૂ. 3000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, આશરે રૂ. 1600 કરોડના નવા વિકાસ પ્રોજેક્ટોના શિલાન્યાસ પણ તેમના હસ્તે કરવામાં આવશે. કુલ રૂ. 4600 કરોડના આ વિકાસ કાર્યો દમણ, દીવ, દાદરા અને નગર હવેલીના વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે. વડાપ્રધાનની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કામ બાબતે મોટા બાપુએ ઠપકો આપતા ફરસાણના વેપારીનો આપઘાત:રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી શરીરસુખ સંતોષી તરછોડી દેતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો
    Next Article
    ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ:રાજકોટનાં રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે લાઈનમાં ભંગાણથી રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન, મનપાનો ડિવોટરિંગ કર્યાનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment