Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાંબુવા GEB સબસ્ટેશનમાંથી 7 ફૂટનો અજગર પકડાયો:વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું

    1 day ago

    વડોદરા નજીક આવેલા જાંબુવા જીઈબી સબસ્ટેશન પરિસરમાં મોડી રાત્રે એક વિશાળ અજગર આવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ સ્થાનિક કિશોરભાઈ દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોન કરીને આ અંગેની જાણ કરાઈ હતી, જેને પગલે વન્યજીવ બચાવવાની કવાયત હાથ ધરાઈ હતી. રેસ્ક્યૂ ટીમ વન વિભાગ સાથે પહોંચી માહિતી મળતાની સાથે જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના અન્ય કાર્યકર્તાઓ વડોદરા વન વિભાગના અધિકારીઓને સાથે રાખીને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર તપાસ કરતાં ત્યાં આશરે સાત ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો, જેને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ ટીમ દ્વારા ત્વરિત આયોજન કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ વન વિભાગના સહયોગ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમ દ્વારા સતત એક કલાકની ભારે જેહમત બાદ અજગરનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ અજગરને સુરક્ષિત રીતે પકડી લઈ આગળની કાર્યવાહી અર્થે વડોદરા વન વિભાગને સુપરિપોર્ટ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    6,6,4,4 અને W:ડેરીલ મિચેલે સતત બાઉન્ડરી ફટકાર્યા પછી મયંકના જોરદાર યોર્કર સામે ઘૂંટણીએ પડ્યો; NZની બીજી વિકેટ પડી
    Next Article
    વીજ સંકટની અસર, અમદાવાદની જેમ સુરતમાં 11 સ્થળે જ રોશની:આ વર્ષે પાલિકાની મુખ્ય કચેરી-ઝોન ઓફિસો-કોમ્યુનિટી હોલની લાઈટિંગ નહીં કરાય, ₹60 લાખના ખર્ચની બચત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment