Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ખેડૂતોના પ્રાણપ્રશ્ને કલેક્ટર અને GEBને આવેદન:સૌની યોજનાનું પાણી છોડવા, વીજ ધાંધિયા નિવારવા અને 220 KV થાંભલાના વળતરની ઉગ્ર માંગ

    एक दिन पहले

    જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેતી અને પશુપાલન સામે સર્જાયેલા ગંભીર સંકટ વચ્ચે ખેડૂતોના હિતમાં કલેક્ટર કચેરી તેમજ પીજીવીસીએલ (PGVCL) ના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને આપ નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ખેડૂતોએ સિંચાઈ માટે તાત્કાલિક સૌની યોજનાનું પાણી છોડવા, વીજ તંત્રની કનડગત બંધ કરવા અને ખેતરોમાં નાખેલા 220 KV વીજ લાઈનના થાંભલાઓનું યોગ્ય વળતર ચૂકવવા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. સૌની યોજનાનું પાણી તાત્કાલિક ડેમ-તળાવોમાં છોડવા માંગ ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે જિલ્લાના ખેડૂતો માટે ઊભા પાકને બચાવવાનો મોટો પડકાર ઊભો થયો છે. ખેડૂતોના પ્રતિનિધિમંડળે માંગણી કરી હતી કે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ ડેમ, નદીઓ, વોંકળા તેમજ તળાવોમાં સૌની યોજનાનું પાણી યુદ્ધના ધોરણે છોડવામાં આવે. સરકાર દ્વારા કેનાલોનું નેટવર્ક હોવાના દાવાઓ છતાં છેવાડાના વિસ્તારો સુધી પાણી ન પહોંચતાં ખેડૂતોને બોર અને કૂવાઓ પર નિર્ભર રહેવું પડે છે, જેનાથી ભૂગર્ભ જળસ્તર પણ ઝડપથી નીચે જઈ રહ્યા છે. વીજ તંત્રની દાદાગીરી સામે ઉગ્ર રોષ વીજ તંત્રની કામગીરી સામે આકરા પ્રહાર કરતાં જણાવાયું હતું કે સતત ટ્રીપીંગ, અનિયમિત વીજળી અને ટ્રાન્સફોર્મર (TC) બળી જવાના કિસ્સામાં તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં આવતું નથી. રેડ પાડવા કે દંડ વસૂલવા માટે ગાડીઓનો કાફલો આવી જાય છે, પરંતુ ખેડૂતોના ફોલ્ટ સરખા કરવા માટે વાહનો કે સ્ટાફ હોતો નથી. જો વીજ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જીઈબી કચેરીનો ઘેરાવ કરી કચેરી બહાર 'ખાટલા બેઠક' યોજી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત ખેતરોમાં નાખેલા 220 KV ના થાંભલાઓનું પૂરેપૂરું વળતર આપવા અથવા થાંભલા હટાવી લેવા માંગ કરાઈ હતી. PGVCL તંત્રએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની આપી ખાતરી આ સમગ્ર મામલે પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે ખેડૂતો અને જનપ્રતિનિધિઓ તરફથી મળેલી લેખિત-મૌખિક રજૂઆતોને ધ્યાને લેવામાં આવી છે. હાલ વરસાદ ખેંચાવાના કારણે વીજળીની માંગ વધી છે ત્યારે ખેતી માટે નિયમિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે તેમજ સ્થાનિક ફોલ્ટ ઝડપથી રિપેર થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 'આપ'ના મહિલા નેતાની માતાનો આપઘાતનો પ્રયાસ:નારી હુંકાર સંમેલનમાં ભીડ ભેગી કરવા બાબતે દીકરીએ ટોણા મારતાં અનાજમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી
    Next Article
    વઢવાણ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી:એક વૃક્ષનું સંપૂર્ણ જતન કરવાનો સંકલ્પ; પર્યાવરણ જતન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રશસ્તિપત્ર એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment