Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં GCC માટે ઇન્સેન્ટિવનો રોડમેપ તૈયાર:અરજીથી ચુકવણી સુધી બધું એક જ પોર્ટલ પર, નવી ગાઈડલાઈનથી ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા સ્પષ્ટ અને ડિજિટલ

    9 hours ago

    ગુજરાતને ગ્લોબલ કૅપેબિલિટી હબ(GCC) તરીકે વિકસાવવા રાજ્ય સરકારે GCC પૉલિસી 2025-30ના અમલ માટે ઓપરેશનલ ગાઈડલાઈન 1.0 જાહેર કરી છે. નવી માર્ગદર્શિકામાં નવા GCC શરૂ કરવા તેમજ હાલના GCCના વિસ્તરણ માટે પાત્રતા, રોકાણ, રોજગારી અને ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. ખાસ કરીને ઇન્સેન્ટિવ માટેની અરજી, ક્લેમની ચકાસણી અને ચુકવણીની સમગ્ર પ્રક્રિયા હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર થશે. અરજીથી પેમેન્ટ સુધી બધું આ એક પોર્ટલ પર વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ Directorate of ICT e-Governance દ્વારા વિકસાવવામાં આવેલા Integrated Incentive Management Portal પર GCC ઇન્સેન્ટિવ માટે અરજી કરી શકાશે. આ પોર્ટલ પર ક્લેમ પ્રોસેસિંગ અને ચુકવણી ઉપરાંત સ્કિલ ડેવલેપમેન્ટ કોર્સ માટે પણ અરજી કરવાની સુવિધા રહેશે. GCC પૉલિસી સંબંધિત જરૂરી માહિતી પણ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. ત્રણમાંથી સૌથી પાછળની તારીખથી ઇન્સેન્ટિવની ગણતરી થશે GCC ઇન્સેન્ટિવની ગણતરી ક્યારથી શરૂ થશે તે માટે Month of Eligibility નક્કી કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ઓપરેશન શરૂ થવાની તારીખ, In-principle Approval અને Eligible Employee Count હાંસલ થવાની તારીખ—આ ત્રણમાંથી જે તારીખ સૌથી પાછળની હશે તેને પાત્રતાનો પ્રારંભિક મહિનો ગણાશે. આ સમયથી ઇન્સેન્ટિવની ગણતરી શરૂ થશે. GCCની ઓળખ અને પાત્રતા સાબિત કરવા પેરેન્ટ અથવા ગ્રૂપ કંપની સાથેનો સંબંધ દર્શાવતો Board Resolution, સર્વિસ લેવલ એગ્રિમેન્ટ(SLA), Ownership Structure, ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR), GST સર્ટિફિકેટ તેમજ જરૂરી હોય ત્યાં CA દ્વારા પ્રમાણિત રોકાણની વિગતો રજૂ કરવી પડશે. દસ્તાવેજોની લાંબી ચેકલિસ્ટ, રોકાણ-કર્મચારીઓની વિગતો રજૂ કરવાની રહેશે નવા GCC માટે Certificate of Incorporation, GST રજિસ્ટ્રેશન, ગુજરાતમાં મિલકતના ભાડા અથવા ખરીદીના દસ્તાવેજો, GCC સ્થાપવા માટેનો બોર્ડ રિઝોલ્યુશન, SLA, એમ્પોલય એલોકેશન ડિટેઈલ, DPR અને ફર્સ્ટ સર્વિસ ઈનવોઈસ જેવા દસ્તાવેજો જરૂરી રહેશે. હાલના GCC દ્વારા નવી પ્રવૃત્તિઓ શરૂ કરી રોજગારી અને રોકાણ વધારવામાં આવે તો એક્સપાન્સન એપ્લિકેશન માટે બોર્ડ રિઝોલ્યુશન, વધારાની પ્રવૃત્તિ માટે SLA, DPR તેમજ વધારાના રોકાણ અને કર્મચારીઓની વિગતો રજૂ કરવાની રહેશે. CAPEXમાં બિલ્ડિંગથી કમ્પ્યુટર અને નેટવર્કિંગ સુધીનો ખર્ચ પૉલિસી હેઠળ Eligible CAPEX Expenditureમાં બિલ્ડિંગનું બાંધકામ અથવા ખરીદી, કમ્પ્યુટર, સોફ્ટવેર, નેટવર્કિંગ હાર્ડવેર અને અન્ય Fixed Assetsનો ખર્ચ આવરી શકાય છે. જોકે જમીનની ખરીદીનો ખર્ચ પાત્ર ગણાશે નહીં. જમીન અથવા ઓફિસ સ્પેસના લિઝ, વેચાણ અથવા ટ્રાન્સફર માટે ચૂકવેલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી તથા કેપેટિવ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ માટેના સાધનોનો ખર્ચ પાત્ર બની શકે છે. ફર્નિચર, ફિક્ષચર, રિનોવેશન, સિવિલ વર્ક, ઈન્ટિરિયર ડિઝાઈનિંગ, ઈલેકટ્રિકલ ફિક્ષચર, HVAC Equipment અને જરૂરી પ્લાન્ટ મશિનરીનો ખર્ચ પણ આધારભૂત દસ્તાવેજોના આધારે ગણતરીમાં લઈ શકાશે. નવા GCC માટે કમર્શિયલ ઓપરેશન શરૂ થયાની તારીખથી અને હાલના GCCના વિસ્તરણ માટે એક્સપાન્સન એપ્લિકેશનની તારીખથી બે વર્ષ સુધીનું સંબંધિત GFCI રોકાણ પાત્ર ખર્ચમાં સામેલ થઈ શકશે. ક્લેમમાં વિલંબ થશે તો ઇન્સેન્ટિવમાં પણ ઘટાડો CAPEX ક્લેઈમ એલિજીબલ પિરિયડ પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર નાણાકિય વર્ષ મુજબ રજૂ કરવાનો રહેશે. ઓપેક્સનો પ્રથમ ક્લેમ Month of Eligibilityથી શરૂ થતા અનુગામી બે ક્વાટરમાં રજૂ કરવાનો રહેશે. ત્યારબાદના ઓપેક્સ ક્લેમ દરેક આગામી Quarter પૂર્ણ થાય તે પહેલાં સબમિટ કરવાના રહેશે. સ્પેશિયલ ઈન્સેટિવ અને ક્વોલિટી સર્ટિફિકેશનના વાર્ષિક ક્લેમ આગામી નાણાકિય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં રજૂ કરવાના રહેશે. ક્લેમમાં થયેલા વિલંબના દિવસોના આધારે ઇન્સેન્ટિવની ગણતરી Pro-rata ધોરણે થશે. રોકાણ અને કર્મચારીઓની પણ થશે ચકાસણી ક્લેમ વખતે Certificate of Incorporation, GST Registration, Board Resolution, SLA, Certified DPR, કર્મચારીઓની વિગતો, First Service Invoice, Investment Invoices, CA Certified Claim Summary તથા GFCI અને વાર્ષિક Operating Expenditureનું CA Certificate સહિતના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નવી ગાઈડલાઈનથી ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા સ્પષ્ટ અને ડિજિટલ આ ઉપરાંત GCC દ્વારા પેરેન્ટ અથવા ગ્રૂપ કંપનીને જ સેવાઓ પૂરી પાડવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. સત્તાધિકારી જરૂર જણાય તો અરજદાર પાસેથી વધારાના દસ્તાવેજો અથવા સ્પષ્ટતા પણ માગી શકશે. નવી ઓપરેશનલ ગાઈડલાઈનથી GCC પૉલિસી હેઠળ ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા હવે વધુ સ્પષ્ટ અને ડિજિટલ બની છે. સરકારનો મુખ્ય ફોકસ નવા GCC લાવવા સાથે હાલના સેન્ટરોનું વિસ્તરણ, રોકાણ અને રોજગારી વધારવા પર છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનના 5 વેચાણ કેન્દ્રો શરૂ:મંત્રી નરેશ પટેલે કલેકટર કચેરી, APMC, પારડી, નાનાપોંઢા અને ધરમપુરમાં લોકાર્પણ કર્યું
    Next Article
    From Odisha To Maharashtra: Centre Approves 5 Classical Language Centres Across 5 States

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment