Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનના 5 વેચાણ કેન્દ્રો શરૂ:મંત્રી નરેશ પટેલે કલેકટર કચેરી, APMC, પારડી, નાનાપોંઢા અને ધરમપુરમાં લોકાર્પણ કર્યું

    8 hours ago

    વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પાંચ પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વલસાડ કલેકટર કચેરી અને APMC ખાતે જિલ્લા કક્ષાના બે કેન્દ્રોનું લોકાર્પણ કર્યું. પારડી, નાનાપોંઢા અને ધરમપુરમાં પણ તાલુકા કક્ષાના ત્રણ કેન્દ્રો શરૂ કરાયા હતા. મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, આ કેન્દ્રોથી પ્રાકૃતિક ખેડૂતોને સીધું બજાર મળશે અને ગ્રાહકોને ગુણવત્તાવાળી પેદાશો સરળતાથી મળશે. તેમણે રાસાયણિક ખાતરની અસરો વિશે વાત કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા. મંત્રીએ પોતે કારેલા, કંટોલા, પરવર, રીંગણ અને ભીંડા જેવા શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા હોવાનું જણાવી વેચાણ કેન્દ્રો પર પેદાશોમાં ભેળસેળ ન કરવા પણ અપીલ કરી હતી. કલેકટર નીતિન સાંગવાને કહ્યું કે, વેચાણ કેન્દ્રોથી સ્થાનિક ખેડૂતોની પ્રાકૃતિક પેદાશો સીધી ગ્રાહકો સુધી પહોંચશે. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રવતની હાજરીમાં યોજાયેલા રાજ્યવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ જોવા મળ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરત પટેલ સહિતના આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ભારતે એશિયન ગેમ્સમાં 21મો ગોલ્ડ જીત્યો:મેન્સ હોકી ફાઇનલમાં મલેશિયાને 5-1થી હરાવ્યું; મેડલ ટેલીમાં નંબર-4 પર પહોંચ્યું; આજના દિવસનો પાંચમો ગોલ્ડ આવ્યો
    Next Article
    ગુજરાતમાં GCC માટે ઇન્સેન્ટિવનો રોડમેપ તૈયાર:અરજીથી ચુકવણી સુધી બધું એક જ પોર્ટલ પર, નવી ગાઈડલાઈનથી ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા સ્પષ્ટ અને ડિજિટલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment