Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS પોર્ટલ બંધ કરવાની માંગ સાથે ABVPએ મોરચો માંડ્યો:પ્રાઈવેટ યુનિ.નો સમાવેશ કરવા માગ, સરકારના અધિકારીઓને ખરીદી લીધાનો આક્ષેપ; ગુજરાત યુનિવર્સિટી સામે ધરણા પ્રદર્શન

    5 days ago

    GCAS પોર્ટલ બંધ કરવા અથવા તો તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ABVPએ મોરચો માંડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સામે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે શરૂ કરાયેલા GCAS પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થતો હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે. જેથી GCAS પોર્ટલ બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. GCAS પોર્ટલને બંધ કરવાની ABVPએ માગ કરી સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી GCAS પોર્ટલથી વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ હવે ABVPએ તેને બંધ કરવાની માગ કરી છે. GCAS પોર્ટલની જટિલ પ્રક્રિયા અને અનિચ્છિતતાના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની સામે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન પર બેઠા હતા. પ્રાઈવેટ યુનિવર્સિટીઓને સમાવેશ કરવા માગ કરી GCASની ખામીઓમાં કારણે ગત વર્ષે એક લાખ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો ધરણા પ્રદર્શન દરમિયાન દાવો કરવામાં આવ્યો છે. જેથી GCAS પોર્ટલ બંધ કરવામાં આવે અથવા તેમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓને સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે દેખાવો કર્યો હતો. GCAS પોર્ટલ બંધ કરો ના પણ નારા વિદ્યાર્થીઓએ લગાવ્યા હતાં. જો સરકાર આ વર્ષે GCAS પોર્ટલ બંધ નહીં કરે તો રાજ્યભરની તમામ યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રજીસ્ટ્રેશન ફી ઓછી કરવા ABVPએ માગ કરી ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ ભ્રમભટ્ટએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લાઓમાં સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCAS પોર્ટલની નિષ્ફળતાને જાગૃત કરવાનું કામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરી રહ્યું છે. દરેક કેમ્પસ અને વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ GCAS પોર્ટલમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ગામડાઓથી આવતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની 300 રૂપિયા ફી લેવામાં આવી રહી છે તેથી તે પણ ઓછી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવી રહ્યા છે. 'અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું' વધુમાં દેવાંશ ભ્રમભટ્ટએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓમાંથી એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા નથી, જેનું કારણ માત્ર અને માત્ર GCAS છે. જે તમામ લોકોએ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા છે. પ્રાઇવેટ યુનિવર્સિટીના લોકોએ સરકારના કેટલાક લોકોને ખરીદી લીધા છે. તે જ લોકો આખી રેકેટ ચલાવી રહ્યા છે. જેથી અમારી માંગણી છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને પણ આમાં સમાવેશ કરવામાં આવે. જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું. GCAS એ રકાસ સાબિત થઈ ગયું છે. છતાં પણ તેમણે પરીક્ષાના આગલાં દિવસ સુધી પ્રવેશ આપવામાં આવે છે. જો પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ નહીં કરવામાં આવે તો પહેલા જે પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હતો તે રીતે જ પ્રવેશ પ્રક્રિયા લાગુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    આસારામ આશ્રમ ભોંયભેગો થશે:લુખ્ખા ટપોરીઓની વાત કરી હર્ષ સંઘવી બગડ્યા, ભૂપતવાળી કરશો તો વીસાવદરવાળી કરવાની AAPની ધમકી
    Next Article
    નર્મદાના અંતરિયાળ ગામોમાં 200થી વધુ બાળકોને સહાય:વીર ભાથીજી યુવક મંડળે સ્કૂલ ડ્રેસ, શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment