Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS દ્વારા એડમિશનથી વંચિત છાત્રોને મોટી રાહત:કોલેજોની ખાલી બેઠકો માટે મોક-અપ રાઉન્ડની જાહેરાત, 7 સપ્ટેમ્બરથી પોર્ટલ ફરી ખુલશે

    13 hours ago

    ગુજરાત રાજ્યની સરકારી તેમજ સંલગ્ન યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્નાતક (UG) તેમજ અનુસ્નાતક (PG) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયેલા હજારો વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) દ્વારા રાહતના મોટા સમાચાર આપવામાં આવ્યા છે. નિયમિત પ્રવેશ પ્રક્રિયાના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ પણ અનેક કોલેજોમાં બેઠકો ખાલી રહી ગઈ હોવાથી તંત્ર દ્વારા ખાસ મોક-અપ રાઉન્ડ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અનિવાર્ય સંજોગો કે માહિતીના અભાવે સમયસર ઓનલાઇન રજિસ્ટ્રેશન ન કરાવી શકનારા અથવા ઇચ્છિત કોલેજમાં પ્રવેશ ન મેળવી શકનારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે આ અંતિમ તક પૂરી પાડવામાં આવી છે. 7 સપ્ટેમ્બરથી GCAS પોર્ટલ પર પુનઃ રજિસ્ટ્રેશન શરૂ થશે મોક-અપ રાઉન્ડના અમલીકરણ માટે GCAS પોર્ટલને આગામી 7 સપ્ટેમ્બરથી ફરીથી કાર્યરત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી કોઈપણ કારણોસર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, તેઓ નવેસરથી પોર્ટલ પર જઈને પોતાની પ્રોફાઇલ બનાવી શકશે તેમજ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો અપલોડ કરી ઓનલાઇન અરજી સબમિટ કરી શકશે. આ ઉપરાંત અગાઉ રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલા પરંતુ પોતાની પસંદગીની કોલેજો કે અભ્યાસક્રમોમાં ફેરફાર કરવા માંગતા વિદ્યાર્થીઓને પણ લોગિન કરીને પોતાની એપ્લિકેશન એડિટ કરવાની સુવિધા આપવામાં આવશે. ખાલી બેઠકોની વિગતો અને પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવા આદેશ આ વિશેષ રાઉન્ડ અંતર્ગત તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોએ પોતાના શૈક્ષણિક કાર્યક્રમ મુજબ ખાલી પડેલી બેઠકોની સચોટ વિગતો તાત્કાલિક જાહેર કરવાની રહેશે. આ સાથે જ દસ્તાવેજ ચકાસણી, ફી સ્વીકારવાની પદ્ધતિ તેમજ પ્રવેશ પ્રક્રિયાની આખરી તારીખ અંગેની વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરી પોતાની સત્તાવાર વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા જીસીએએસ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે. મેરિટ અને નિયમોના આધારે પ્રવેશ ઓફર જનરેટ થશે વિદ્યાર્થીઓની ઓનલાઇન અરજીઓ મળ્યા બાદ જે-તે સંબંધિત કોલેજ અને યુનિવર્સિટી સ્તરે તેમની શૈક્ષણિક લાયકાતની ચકાસણી હાથ ધરવામાં આવશે. સંસ્થાના પ્રવર્તમાન નિયમો, મેરિટ યાદી, ટાઈ-બ્રેકર નિયમ તેમજ બંધારણીય અનામત નીતિને સંપૂર્ણપણે આધીન રહીને વિદ્યાર્થીઓને સીટ ઓફર કરવામાં આવશે. ઉમેદવારોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વેરિફાઇ કરી અને નિયત ફી સ્વીકાર્યા બાદ કોલેજોએ જીસીએએસ પોર્ટલ પરથી પ્રવેશ ઓફર જનરેટ કરવાની રહેશે અને ત્યારબાદ જ વિદ્યાર્થીનો પ્રવેશ અંતિમ ગણીને કન્ફર્મ કરવાનો રહેશે. નિયત સમયમર્યાદામાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા આટોપવી પડશે યુનિવર્સિટીઓએ મોક-અપ રાઉન્ડ દરમિયાન પોતાના શૈક્ષણિક સત્ર, ક્લાસરૂમ ટીચિંગ અને આગામી પરીક્ષા કેલેન્ડરને ધ્યાનમાં રાખીને પ્રવેશની છેલ્લી તારીખ નિયત કરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં શૈક્ષણિક ગુણવત્તા પર અસર ન પડે અને વર્ગખંડોમાં અભ્યાસ નિયમિત ચાલી શકે તે રીતે સમગ્ર પ્રવેશ કાર્ય ઝડપથી આટોપી લેવા તાકીદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમયમર્યાદા ચૂકી ન જાય અને પોર્ટલ પર વિગતો ચકાસીને તાત્કાલિક પોતાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે કહ્યું- મહિલા પ્રતિનિધિત્વ પર કોંગ્રેસની કથની અને કરણી અલગ:4 રાજ્યમાં સરકાર પણ માત્ર 3 મહિલા મંત્રી, હિમાચલ-કર્ણાટકમાં મહિલાઓને એક પણ પદ નહીં
    Next Article
    નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મોબાઇલ એપ લોન્ચ કરી:પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ‘શિક્ષક સન્માન સમારોહ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment