Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS પોર્ટલ અને સેન્ટ ઝેવિયર્સ વચ્ચેના વિવાદથી પ્રવેશ અટવાયા:બે રાઉન્ડ બાદ પણ એકપણ વિદ્યાર્થીને કોલેજ ન ફળવાઈ, સુનાવણી જ ન થતા પ્રવેશ આપવાને લઈ મૂંઝવણ; 16મીએ સુનાવણી

    1 day ago

    રાજ્યભરમાં યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ હજુ પણ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. GCAS પોર્ટલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ વચ્ચેના વિવાદના કારણે બે રાઉન્ડ પૂર્ણ થવા આવ્યા વિદ્યાર્થીઓને પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવશે તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. GCAS અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ આમને સામને આવી જતા મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. પરંતુ સુનાવણી ન થતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઈ છે. જો કે હવે આગામી સુનાવણી 16મીએ યોજાવાની છે. વિદ્યાર્થીઓ પાસેથી અલગથી ફી લઈ રજીસ્ટ્રેશન કરાવ્યું સરકાર દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બીજી તરફ લઘુમતી સંસ્થા હોવાના આધાર પર સેન્ટ ઝેવિયર્સ કોલેજ પોતાના અલગ ઓનલાઈન પોર્ટલ મારફતે પ્રવેશ પ્રક્રિયા ચલાવવા માંગે છે. જેથી સેન્ટ ઝેવિયર્સ કોલેજે પોતાની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પાસેથી અલગથી ફી લઈને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. તેમજ એક રાઉન્ડ બહાર પાડ્યા બાદ GCAS દ્વારા નોટિસ આપવામાં આવતા તે મેરીટ રદ કરવામાં આવ્યું હતું. તેમજ GCAS દ્વારા મારફતે જ પ્રવેશ પ્રક્રિયા કરવાની સૂચના અપાતા કોલેજે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કાનૂની ખેંચતાણમાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન સરકારનું કહેવું છે કે, તમામ પ્રવેશ માત્ર GCAS મારફતે જ માન્ય ગણાશે, જ્યારે કોલેજ પોતાની સ્વતંત્ર પ્રવેશ પ્રક્રિયા પર અડગ છે. આ કાનૂની ખેંચતાણ વચ્ચે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વિવાદના કારણે સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે. કોલેજની વેબસાઇટ પર 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે અને 425 ફી પણ ભરી છે. બીજી તરફ હજારો વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલમાં પણ સેન્ટ ઝેવિયર્સને પસંદગી તરીકે પસંદ કરી છે. વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી બાકી પરંતુ વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવામાં આવશે તેને લઈને કોર્ટમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી સારા માર્ક્સ લાવ્યા હોવા છતાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી નથી. પરિણામે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે આખરે પ્રવેશ કઈ પદ્ધતિથી મળશે અને તેઓએ ભરેલી ફીનું શું થશે. સૌથી મોટો સવાલ એ છે કે જો કોર્ટ GCAS મારફતે પ્રવેશ આપવાનો આદેશ આપે તો કોલેજના પોર્ટલ પર ફી ભરનારા વિદ્યાર્થીઓને પૈસા ક્યારે અને કેવી રીતે પરત મળશે? તેમજ આવા વિદ્યાર્થીઓને GCASમાં નવી રજીસ્ટ્રેશન કરાવવા અથવા પસંદગી બદલવાની તક મળશે કે નહીં તે પણ સ્પષ્ટ નથી. આગામી 16મીએ પ્રવેશ પ્રક્રિયાને સુનાવણી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સરકાર અને કોલેજ વચ્ચે સમાધાન લાવવામાં આવ્યું હોત તો હજારો વિદ્યાર્થીઓના પ્રવેશ અધ્ધરતાલ ન મુકાયા હોત. વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ હોવાથી જલ્દી સુનવણી કરી નિર્ણય લેવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી આગામી 16 તારીખે પ્રવેશ પ્રક્રિયાને સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં કઈ રીતે પ્રવેશ પ્રક્રિયા કરવા કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના મુસાફરો માટે મોટો ઝટકો:સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ હવે રાજકોટને બદલે બોટાદ-જેતલસર-જૂનાગઢ રૂટ ઉપર દોડશે, રેલવે મંત્રાલયનો નવો નિર્ણય
    Next Article
    24 વર્ષીય યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:ગોધરાની નંદનવન સોસાયટીની ઘટના; બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment