Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં GBSના 3 શંકાસ્પદ કેસ નોંધાયા:ગોધરા, મોરવા હડફમાં સર્વેલન્સ, 400થી વધુ બાળકોની તપાસ

    3 days ago

    પંચમહાલ જિલ્લામાં ગિલન-બારી સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. મહીસાગર બાદ હવે પંચમહાલમાં પણ આવા કેસ સામે આવ્યા છે. આ કેસ ગોધરા તાલુકાના ગદુકપુર અને મેરપ ગામમાં એક-એક, જ્યારે મોરવા હડફ તાલુકાના ચોપડા ફળિયામાં એક નોંધાયો છે. ત્રણ શંકાસ્પદ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 8 થી 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા આશરે 600 ઘરોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને 400થી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. રોગચાળો વધુ ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે અસરગ્રસ્ત ગામોમાં દવાનો છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ GBS કેસોના દર્દીઓ 1. માનવી અમિતભાઈ પગી (ઉંમર 1.5 વર્ષ), ગદુકપુર, ગોધરા તાલુકો. 2. કેયાંશ રાકેશભાઈ ડાયરા (ઉંમર 3.5 વર્ષ), મેરપ, ગોધરા તાલુકો. 3. પ્રિયાંશી ભરતભાઈ બારીયા (ઉંમર 8 વર્ષ), ચોપડા ફળિયા, મોરવા હડફ તાલુકો. ગદુકપુર ગામની 1.5 વર્ષીય માનવી અમિતભાઈ પગીની તબિયત 19 ઓગસ્ટે લથડતા તેમને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં 6 દિવસ સુધી સારવાર ચાલી. સ્થિતિમાં સુધારો ન થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાલ બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દર્દીની માતા તેજલબેનના જણાવ્યા મુજબ, માનવીની સ્થિતિ સારી છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધ ગાર્ડ પર શખસની લાફાવાળી, CCTV:કૃષ્ણનગરમાં સોસાયટી બહાર ગાડી ચાલકને પાર્કિંગ બાબતે કહેતા માર માર્યો, અરજીના આધારે તપાસ
    Next Article
    મોરબી હાઈવે પર કાર પલટી:દેશી દારૂનો જથ્થો મળ્યો, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment