Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GATEની પરીક્ષામાં ઝળહળતી સફળતા:વડોદરાના શ્રેયાંશ સિંઘની GATEમાં AIR-52મી અને ગુરુદત્તની 73મી રેન્ક

    9 hours ago

    ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ(GATE)કના પરિણામો જાહેર થયા છે. જેમાં વડોદરાના શ્રેયાંશ સિંઘે એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં 52મી રેન્ક મેળવી છે. તેનો ગેટ સ્કોર 737 છે. જ્યારે ગુરુદત્ત યજ્ઞેશ દવેએ 75મી રેન્ક મેળવી છે. ગુરુદત્તનો ગેટ સ્કોર 848 રહ્યો હતો. તેને ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં આ રેન્ક મેળવી છે. આ ઉપરાંત નીર કમલેશ ચોક્સીએ 267મી ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી 527 ગેટ સ્કોર છે. તેમજ અર્જુન મકાડીયાએ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિરિંગમાં 306મી રેન્ક મેળવ્યો છે અને 623 ગેસ્ટ સ્કોર કર્યો છે. આમ ગેટ 2026 પરીક્ષામાં વડોદરાના બે ઉમેદવારોએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગેટ પરીક્ષા એક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા છે, જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે યોજાય છે. દર વર્ષે આશરે 8થી 9 લાખથી વધુ ઉમેદવારો નોંધણી કરે છે અને લગભગ 6થી 7 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાંથી માત્ર લગભગ 15–20% જ ક્વોલિફાય થાય છે. આથી તેની સ્પર્ધા ખૂબ જ કઠિન માનવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને આઈઆઈટી અને એનઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મળે છે તેમજ સરકારી નોકરીઓમાં પણ ઉપયોગી સાબીત થાય છે.
    Click here to Read More
    Previous Article
    Joe Kent’s resignation and ‘clean break’ strategy: Why top Trump official blamed Israel for Iraq, Syria wars
    Next Article
    રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:ક્રિકેટમાં RMSની ટીમે 8 વિકેટમાં નીઓટેક કોલેજને ઓલઆઉટ કરી, ચોગ્ગાથી જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment