Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર ઓર્ડર કરતાં પહેલાં સાવધાન!:ખરાબ દૂધ-સડેલી વસ્તુ વેચ્યાનો આરોપ, ફરિયાદ પર ફક્ત 'રિફંડ' આપી હાથ ખંખેરતી કંપનીઓ પર FSSAI લાલચોળ; ખરાબ ફૂડની આ રીતે કરો ફરિયાદ

    14 hours ago

    ફૂડ રેગ્યુલેટર FSSAI એ ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ સ્વિગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ જારી કરી છે. FSSAIને ફરિયાદ મળી હતી કે પ્લેટફોર્મે તેમને સડેલા ઇંડા, ખરાબ દૂધ અને એક્સપાયરી ડેટવાળા પેક્ડ ફૂડ ડિલિવર કર્યા હતા. FSSAIએ સ્વિગી ઇન્સ્ટામાર્ટ પાસેથી આ સમગ્ર મામલે સ્પષ્ટતા અને કમ્પ્લાયન્સ રિપોર્ટ માંગ્યો છે. જો કંપની નિર્ધારિત સમયમાં યોગ્ય જવાબ નહીં આપે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકનો ખરાબ ખોરાક પાછો લઈને ફરી મોકલ્યો FSSAI એ ગ્રાહકો પાસેથી મળેલી ફરિયાદોની વિગતો શેર કરતા જણાવ્યું કે એક અત્યંત ગંભીર કિસ્સામાં બાળકોના ખાવાનો પ્રોડક્ટ ખૂબ જ ખરાબ અને અસુરક્ષિત હાલતમાં ડિલિવર કરવામાં આવ્યો હતો. આ પ્રોડક્ટમાં ખામી હતી અને તેને ખોટી રીતે સ્ટોર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, ગ્રાહક દ્વારા તેને પાછો કર્યા પછી પણ કથિત રીતે આ જ ખરાબ પ્રોડક્ટને ફરીથી સપ્લાય કરી દેવામાં આવ્યો. આ ઉપરાંત, ગ્રાહકોએ સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા ખરાબ ઇંડા, ખરાબ દૂધ અને ડેમેજ પેકેજ્ડ ફૂડ આઇટમ્સની ડિલિવરી મળવાની પણ ફરિયાદો કરી છે. વેલિડ લાઇસન્સ વિના વેચાઈ રહ્યો હતો સામાન તપાસ દરમિયાન FSSAI એ શોધી કાઢ્યું કે પ્લેટફોર્મ પર વિક્રેતાઓના ઓનબોર્ડિંગ અને વેરિફિકેશન સિસ્ટમમાં મોટી ખામીઓ છે. સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર કેટલાક એવા ફૂડ બિઝનેસ લિસ્ટેડ જોવા મળ્યા જેમનો FSSAI લાઇસન્સ નંબર કાં તો ખોટો હતો, અમાન્ય હતો અથવા તો હતો જ નહીં. એટલું જ નહીં, ઘણા ફૂડ બિઝનેસ પાર્ટનર્સને એવા નામો હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા જે તેમના સત્તાવાર FSSAI રજીસ્ટ્રેશન નામથી તદ્દન અલગ હતા. આનાથી ફૂડ પ્રોડક્ટ્સની ટ્રેસિબિલિટી એટલે કે તે સામાન ક્યાંથી આવ્યો છે તે શોધવા અને તેમની ગુણવત્તા મોનિટરિંગ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફરિયાદ પર પ્લેટફોર્મ ગંભીર નહોતું FSSAI અનુસાર, ગ્રાહકોએ એવો પણ આરોપ લગાવ્યો કે ફરિયાદ નોંધાવ્યા પછી અથવા મામલાને આગળ વધાર્યા પછી પણ સ્વિગી ઇન્સ્ટામાર્ટ તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ અથવા સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા. એક ફરિયાદકર્તાએ જણાવ્યું કે ફૂડ સેફ્ટી સંબંધિત આટલી ગંભીર ચિંતા પર ધ્યાન આપવાને બદલે પ્લેટફોર્મે ફક્ત પૈસા રિફંડ કરીને પોતાનો હાથ ખંખેરી લીધો. FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે આ નોટિસ સેલર ઓનબોર્ડિંગ, ફરિયાદ નિવારણ સિસ્ટમ અને ફૂડ સેફ્ટી કમ્પ્લાયન્સ સિસ્ટમની ખામીઓને ઉજાગર કરે છે. FSSAI એ કહ્યું- ઘણી વધુ કંપનીઓ પર પણ કાર્યવાહી ફૂડ રેગ્યુલેટર છેલ્લા કેટલાક સમયથી નિયમોનું ઉલ્લંઘન કરનારા ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) વિરુદ્ધ ખૂબ કડક બન્યું છે. FSSAI એ સ્વિગી ઇન્સ્ટામાર્ટને આપવામાં આવેલી આ 9 નોટિસની માહિતી પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આપી છે. રેગ્યુલેટરે જણાવ્યું કે આ નોટિસ ગ્રાહકોની ફરિયાદોની સાથે સાથે પોતે જ સંજ્ઞાન લઈને જારી કરવામાં આવી છે. તાજેતરમાં FSSAI એ દેશની ઘણી મોટી એનર્જી ડ્રિંક્સ ઉત્પાદકો, દારૂની કંપનીઓ, ફૂડ બ્રાન્ડ્સ અને અન્ય ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સને પણ નિયમોની અવગણના કરવા બદલ નોટિસ મોકલી છે. જો તમને ખરાબ ખોરાક મળે તો શું કરવું? ગ્રાહકો FSSAI ની 'Food Safety Connect' એપ અથવા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર સીધી ફરિયાદ નોંધાવી શકે છે. માત્ર રિફંડ લેવું એ ઉકેલ નથી, એક્સપાયર્ડ ખોરાક સ્વાસ્થ્ય માટે જીવલેણ બની શકે છે. ભારતમાં ઝડપથી વધી રહ્યું છે ક્વિક-કોમર્સ માર્કેટ ભારતમાં ક્વિક-કોમર્સ માર્કેટ (સ્વિગી ઇન્સ્ટામાર્ટ, બ્લિંકિટ, ઝેપ્ટો) ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ 'ફાસ્ટ ડિલિવરી' ના ચક્કરમાં ડાર્ક સ્ટોર્સ પર ગુણવત્તા તપાસ અને યોગ્ય કોલ્ડ સ્ટોરેજનો અભાવ એક મોટો પડકાર બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Suniel Shetty reveals why he never had alcohol in life: ‘Went towards martial arts…’
    Next Article
    પ્રિયંકા ચોપરા વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ જોવા પહોંચી:પતિ નિક જોનસને વીડિયો કોલ કરીને મેચ દેખાડ્યો; સ્ટાઇલિશ લુકના PHOTO વાયરલ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment