Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડિકલ એજન્સીના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં:કારણ જાણવા FSLની મદદ લેવાશે, એસ્ટેટ વિભાગ-પોલીસ તપાસ કરશે; જોધપુરમાં BRTS બસ સ્ટેન્ડ પાસેનો બનાવ

    8 hours ago

    અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા પારસ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી હતી. મેડિકલ સાધનો અને દવાઓનું ગોડાઉન હોવાના કારણે આગ વધારે ફેલાઈ હતી અને ધુમાડો થયો હતો. ધુમાડો બહાર નીકાળવા ફાયર બ્રિગેડે બારીના કાચ તોડવા પડ્યા હતા અને ઉપરની દિવાલ તોડી ધુમાડાને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ગોડાઉનના માલિકે મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી મેડિકલ એજન્સીનું ગોડાઉન ધરાવનારા માલિકને આગ લાગવા બાબતે પૂછતા તેઓએ મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. ફાયર બ્રિગેડની ટીમને ધુમાડો બહાર કાઢવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો જેના કારણે થઈને વાર લાગી હતી. ‘કોઈ જાનહાનિ થઈ નથી’ ડિવિઝનલ ફાયર ઓફિસર એસ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડના મુખ્ય કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે જોધપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા મેડિકલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રહલાદનગર અને બોડકદેવ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. નીચેના ભાગે આવેલી ફાર્માસ્યુટિકલ એજન્સીમાંથી પણ માણસો બહાર નીકળી ગયા હતા. જો કોમર્શિયલ પ્રકારનું હોય તો ગોડાઉનની ફાયર એનઓસી લેવી પડે જેના માટે થઈ એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં મેળામાં લોકો-બાઉન્સરો વચ્ચે મારામારી, VIDEO:બાળકો સાથે મેળો માણવા આવેલા લોકોને પાઈપથી ફટકાર્યા, સંચાલકે કહ્યું- 'ટોળાએ મેળો સળગાવવાની ધમકી આપી'
    Next Article
    WATCH: Emotional Krunal Pandya nearly breaks down recalling MI days with Pollard & Hardik

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment