Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોસાના ખીરાથી થયેલા બે બાળકીના મોતનું રહસ્ય ઘેરાયું:ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી કેસમાં આવી શકે નવો ટ્વિસ્ટ, FSLએ ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબજે કરી

    2 days ago

    અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મૃતક બાળકીઓના ઘરમાં FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. એ સાથે જ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. આ ઉપરાંત માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. ‘અન્ય કોઈને ખીરાથી ફૂડ પોઈઝનિંગ ન થયું’ આ મામલે L ડિવિઝન ACP ડી.વી રાણાએ જણાવ્યું હતું કે ખીરામાંથી ઢોસા બનાવીને ખાવાના કારણે બે બાળકોના મોતનો આક્ષેપ હતો, જેથી મેજિસ્ટ્રેટની હાજરીમાં ત્રણ મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આ પરિવાર સિવાય અન્ય જે લોકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ડેરીમાંથી ખીરૂ ખરીદરનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝિંગ થયું નથી. જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે. બાળકીના ફીંડીગ મુદ્દે ડોક્ટરે શું કહ્યું? વિમલના ઘરે પોલીસ તેમજ FSLની ટીમે તપાસ કરી છે. દુકાનદારના CCTV ફૂટેજમાં બીજા કોઈ ગ્રાહક ફરિયાદ લઈને આવ્યા હતા કે નહી તેનું પણ ચેંકીગ થયુ હતું. ડોક્ટરે પોલીસ સમક્ષ એક હકીકત જણાવી હતી કે, માતાને ફૂડ પોઈઝિંગની અસર હોય અને બાળકી ફીંડીગ કરતી હોય તો તેને ફુડ પોઈઝનની અસર થતી નથી. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી પણ શક્યતા છે. હાલ FSL રિપોર્ટને 15 દિવસથી વધુનો સમય લાગે તેવી શક્યતાઓ છે. પરિવારે એ જ સાંજે અને બીજા દિવસે પણ ઢોસા ખાધા હતા આ ઘટના બહાર આવી તે સમયે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI જે. કે. મકવાણાએ જણાવ્યું હતું, 5 એપ્રિલના રોજ વિપુલકુમાર ગૌરીશંકર પ્રજાપતિએ અમને જાણ કરી હતી કે તેમની 3 વર્ષની દીકરી મિશ્રીનું મૃત્યું થયું છે. જે બાબતે અમે પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ગત 1 એપ્રિલના રોજ IOC રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું.અને તેમાંથી ઢોસા બનાવીને તેમણે પરિવાર સાથે ખાધા હતા. બીજા દિવસે 2 એપ્રિલના રોજ પણ તેમણે અને તેમના પરિવાર એ જ ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતાં. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થતાં પરિવારની તબિયત લથડી હતી. જેની પ્રથમ સામાન્ય સારવાર લીધી હતી. જેનાથી ફર્ક પડી જતા તેઓ પછી આગળ દવાખાને ગયા નહોતા. જોકે પાછળથી તબિયત ખરાબ થતાં તેમણે KD હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસમાં વોર્ડ નંબર 13 બાદ 17માં નારાજગી સામે આવી:પૂર્વ કોર્પોરેટરે પ્રભારી જેનીબેન ઠુંમર સામે જ્ઞાતિવાદ કરતા હોવાના કર્યા આક્ષેપ, રૂપાપરાને ટિકિટ અપાવવા ફાર્મહાઉસમાં જયેશ રાદડિયા પણ બેઠકમાં હતા હાજર
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Day 20 LIVE: Ranveer Singh-Aditya Dhar’s film set to beat Jawan overseas, worldwide gross now stands at Rs 1,641.21 crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment