Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોસાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો:'હવે રિપોર્ટ ડૉક્ટરને મોકલાશે' કહી પોલીસે હાથ ખંખેર્યા, લાઇ ડિટેક્ટર ટેસ્ટ થશે, 15 દિવસથી 'હાઈટેક' અમદાવાદ પોલીસ ફીફા ખાંડી રહી છે

    2 days ago

    અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો છે. જેમાં FSL રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે અને વધુ કોકડું ગુચવાયું છે. જોકે હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે. 'હાઈટેક' અમદાવાદ પોલીસ 15 દિવસથી ફીફા ખાંડી રહી છે. ‘મોતનું કારણ પીએમ કરનાર ડોક્ટર જણાવશે’ એસીપી ડી. વી રાણાએ જણાવ્યું હતું કે, બંને બાળકીઓના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ દરમિયાન કેટલાક નમૂના FSLમાં મોકલવામાં આવ્યા હતાં. જેનો FSL રિપોર્ટ આવી ચૂક્યો છે. મોતનું કારણ પીએમ કરનાર ડોક્ટર પાસેથી જાણી શકાશે. ‘FSL તરફથી વિસેરાનો રિપોર્ટ આવ્યો’ ACP રાણાએ કહ્યું કે, માતા પિતાના સેમ્પલ પણ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. હાલ રિપોર્ટ આવ્યા બાદ કોઈનો હજુ સુધી અભિપ્રાય લેવામાં આવ્યો નથી. કે.ડી. હોસ્પિટલમાં બાળકીઓના માતા-પિતાનું બ્લડ રિપોર્ટ કરાવામા આવ્યા હતાં. જેમા થોડા સિમન્ટમસની હાજરી જોવા મળી હતી. આ રિપોર્ટમાં શું આવ્યું છે તે ડોક્ટર જણાવશે. આ કેસમાં પીએમ રિપોર્ટ, બ્લડ રિપોર્ટ, માતા પિતાના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. મોતના કારણ બાદ જ લાઈ ડિટેક્ટર ટેસ્ટ જો જરૂર પડશે તો કરવામાં આવશે. બંને મૃત બાળકીઓના મોતનું સત્ય ક્યારે બહાર આવશે? 3 એપ્રિલે ઘટના બહાર આવ્યાના 15 દિવસ બાદ પણ આજે 18 એપ્રિલ સુધી અમદાવાદ પોલીસ બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય શોધી શકી નથી. આખા દેશમાં 'હાઈટેક' ગણાતી અમદાવાદ પોલીસે શું આ રહસ્યમય કેસમાં હાથ હેઠા મૂકી દીધા છે? સ્થળ તપાસ અને પૂછપરછમાં પણ કંઈ ન ઉકાળી શકેલી પોલીસ ' FSL રિપોર્ટ આવશે ત્યારે સત્ય બહાર આવશે' એવા બહાના કાઢતી રહી અને હાથ પર હાથ ઘરીને બેઠી રહી. હવે 15 દિવસ પછી FSL રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં બંને બાળકીની બોડીમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ ન હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. પોલીસે આ મામલે હાલ મૌન સેવી લીધું છે. લોકો શંકા સેવી રહ્યા છે કે શું આ કેસનું રહસ્ય ક્યારેય બહાર નહીં આવે? શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિસ્ટી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સ પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિસ્ટી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકીનાં શંકાસ્પદ મોત થવાના કેસમાં બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી. ત્યાર બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પતિની જેમ ખીરું ખરાબ હોવાનું એક જ રટણ કર્યું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: માતા-પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટની હાજરી મળી, રહસ્ય વધુ ગૂંચવાયું વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ પણ વાંચો: પોલીસ માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવી શકે આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.
    Click here to Read More
    Previous Article
    મનરેગાના કર્મીઓનું 6 માસનું વેતન બાકી:3 મહિનાથી શ્રમિકોને મજૂરી ન ચૂકવાયાનો કોંગ્રેસનો દાવો, કહ્યું મનરેગા યોજનાને સંપૂર્ણ નાશ કરવાનું પાપ ભાજપે કર્યું
    Next Article
    'Opposition Made A Mistake, Will Face Consequences': PM On Women's Quota Bill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment