Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુ-વ્હીલરની FN સિરીઝમાં 99 નંબર વેચાયા:સ્પેશિયલ નંબરોની હરાજીમાંથી RTOને 6.44 લાખની આવક

    11 hours ago

    ગાંધીનગર આરટીઓ દ્વારા ટુ-વ્હીલર માટે જીજે-18-એફએન સિરીઝની ઈ-હરાજી યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 99 નંબરોનું વેચાણ કરીને આરટીઓને 6.44 લાખ રૂપિયાની આવક થઈ હતી. જેમાં 0001 નંબર 44 હજાર રૂપિયામાં બોલાયો હતો, જ્યારે અન્ય નંબરો બેઝ પ્રાઈઝ ચૂકવીને મેળવવામાં આવ્યા હતા. ગાંધીનગર આરટીઓ દ્વારા ટુ-વ્હીલર વાહનો માટે જીજે-18-એફએન સિરીઝ શરૂ કરવામાં આવી હતી. વાહનચાલકો માટે આ સિરીઝમાં ઈ-હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજી દરમિયાન 99 વાહન માલિકોએ પોતપોતાના નંબરો મેળવ્યા હતા. આ બોલી પ્રક્રિયાથી આરટીઓની તિજોરીમાં 6.44 લાખ રૂપિયાની રકમ ઉમેરાઈ હતી. સિરીઝમાં 0001 નંબરનું વેચાણ 44000 રૂપિયામાં થયું હતું. તે જ રીતે 1111 નંબર માટે 25000 રૂપિયા, 0009 નંબર માટે 19000 રૂપિયા, 0005 નંબર માટે 14000 રૂપિયા અને 6419 નંબર માટે 9000 રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. આ ચોક્કસ નંબરો સિવાયના અન્ય નંબરો માટે બેઝ પ્રાઈઝ મુજબ ચુકવણું કરવામાં આવ્યું હતું. વાહન માલિકોએ 8000 રૂપિયા, 3500 રૂપિયા અને 2000 રૂપિયાના દર ચૂકવીને પોતાના વાહન માટે નંબર મેળવ્યા હતા. વાહનચાલકો પોતાના વાહન પર અમુક અંક મેળવવા માટે હરાજીમાં ભાગ લેતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, ઇરાનના ડરથી ટ્રમ્પ સિક્રેટ ફ્લાઈટમાં બેઠા, રામમંદિર CEOનાં ઈન્ટરવ્યૂમાં પહોંચ્યા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ
    Next Article
    ખેડૂતો પરેશાન:વઢવાણના કોઠારીયાની 2000 વીઘા‎જમીનમાં કપાસના પાકમાં નુકસાન, સૂકારો આવ્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment