Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેવાણી સામે FIRની અરજી:યાકુબ શેરસીયાનો ₹4 લાખ પરત ન આપવાનો આરોપ, ધારાસભ્યએ કહ્યું- તે ACB ટ્રેપમાં પકડાયો અને ભાજપ માટે કામ કરે છે

    13 hours ago

    વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરસીયા વચ્ચેના વિવાદને લઈને બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ધારાસભ્ય સામે એફઆઈઆર નોંધવા માટે અરજી કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. યાકુબ શેરસીયાના આક્ષેપો અને વિવાદ ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરસીયાએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજસ્થાનમાં મિત્રને ટિકિટ અપાવવા માટે આપેલા 4 લાખ રૂપિયા ધારાસભ્ય પરત આપી રહ્યા નથી. ગત 13 તારીખે ઓફિસે ગયા ત્યારે તેમને અપમાનિત કર્યા હોવાનો અને 28 તારીખની સભામાં આ બાબતે જાહેરમાં ઉતારી પાડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પલટવાર આ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે યાકુબ શેરસીયા એસીબી ટ્રેપમાં રંગે હાથે ઝડપાયેલા છે અને ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે પૂર્વ સરપંચે ગામના 100 થી વધુ લોકો પાસેથી પ્લોટની લાલચ આપી વ્યક્તિદીઠ 25,000 રૂપિયાનું ઉઘરાણું કર્યું છે. ડીડીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું, ભાજપ મને વિપક્ષ તરીકે નહીં પરંતુ શત્રુ તરીકે જોઈ રહી છે. મારા પરિવાર અને બહેન વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષની પ્રેસ કોન્ફરન્સ અને આક્રમક રજૂઆત અમદાવાદ ખાતે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં લાલજી દેસાઈ, ડૉ. અમીબેન યાજ્ઞિક, ગ્યાસુદ્દીન શેખ અને હિતેન્દ્ર પીઠડીયાએ ભાજપ સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જનહિતના પ્રશ્નો ઉઠાવતા હોવાથી તેમને રાજકીય બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દેશલપરમાં ધો. 11-12ના વર્ગો શરૂ કરવાની માંગ:નવા બનેલા વિશાળ શાળા સંકુલમાં સુવિધા માટે ધારાસભ્યને રજૂઆત
    Next Article
    ભુજમાં નશામુક્ત ભારત માટે બાઈક રેલી:સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી આપી, મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment