Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ અગ્રણી કે.સી. પટેલને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી:જય પટેલ સામે FIR, સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર વારંવાર ધમકીઓ આપવા બદલ કાર્યવાહી

    10 hours ago

    પાટણના ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ અને તેમના પરિવારને ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જય પટેલ નામના વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણના ગણેશનગર વિસ્તારમાં રહેતા પ્રવિણકુમાર સચિન પ્રજાપતિ (ઉંમર 32) કે.સી. પટેલના પીએ અને સોશિયલ મીડિયા હેન્ડલર તરીકે કામ કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, 11 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીના જન્મદિન નિમિત્તે કે.સી. પટેલના ફેસબુક એકાઉન્ટ પરથી એક શુભેચ્છા પોસ્ટ મુકાઈ હતી. આ પોસ્ટ પર આરોપી જય પટેલે કોમેન્ટ કરી હતી. તેણે કે.સી. પટેલની ડેડ બોડી પાર્સલ કરીને ઘરે મોકલવાની અને તેમનો મામલો કાયમ માટે બંધ કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી. આ ઉપરાંત, કે.સી. પટેલના પુત્ર નૈતિક પટેલે મથુરા-વૃંદાવનના ધાર્મિક પ્રવાસના ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કર્યા હતા. તેના પર પણ આરોપી જય પટેલે સતત હિંસક અને ધમકીભરી કોમેન્ટ્સ કરી હતી. કે.સી. પટેલ હાલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય મહા અભિયાન 2026 ના પ્રશિક્ષણ વિભાગના પ્રભારી તરીકે અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છે. આ કારણે તેમની અને તેમના પરિવારની સુરક્ષાને લઈને ગંભીર ખતરો હોવાની આશંકા છે. ફરિયાદીની અરજીના આધારે પાટણ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ડ્રગ્સના વેચાણના એડ્રેસ આપનાર તમન્ના સામે વધુ એક ફરિયાદ:છાણી વિસ્તારમાં ઇન્ટીરીયરનું કામ કરાવી 4.50 લાખ રૂપિયા ન ચૂકવ્યા, પતિ પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ
    Next Article
    Urinal In Food Storage, Roaches In Kitchen: Iconic Mumbai Cafe Loses Licence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment