Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેક્સિકોએ FIFA વર્લ્ડકપ 2026ની પહેલી મેચ જીતી:સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું; જુલિયન-જિમેનેઝે ગોલ કર્યા

    2 days ago

    મેક્સિકોએ FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ મેચ જીતી લીધી છે. ટીમે મેક્સિકો સિટીના એઝ્ટેકા સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું છે. 9મી મિનિટે મેક્સિકોના જુલિયન ક્વિનોનેસે ગોલ કર્યો હતો. સાઉથ આફ્રિકાના કેપ્ટન અને ગોલકીપર રોનવેન વિલિયમ્સની બેકપાસ પર થયેલી ભૂલનો ફાયદો ઉઠાવીને ક્વિનોનેસે ગોલ કરી દીધો હતો. 67મી મિનિટે સ્ટ્રાઇકર રાઉલ જિમેનેઝે શાનદાર હેડર લગાવીને મેક્સિકોની લીડ બમણી કરી દીધી હતી. સાઉથ આફ્રિકાને બે રેડ કાર્ડ 49મી મિનિટે સાઉથ આફ્રિકન મિડફિલ્ડર સ્પિફેલો સિથોલેને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. સિથોલેએ ગોલ તરફ આગળ વધી રહેલા મેક્સિકોના બ્રાયન ગુટીરેઝને પાછળથી ફાઉલ કરીને રોક્યો હતો. 84મી મિનિટે સાઉથ આફ્રિકાને બીજું રેડ કાર્ડ મળ્યું. થેમ્બા ઝ્વાનેને વાયોલન્ટ કન્ડક્ટ (હિંસક વર્તન) માટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. રેફરીના જણાવ્યા અનુસાર ઝ્વાનેએ વિપક્ષી ખેલાડીને પાછળથી પકડી લીધો હતો. આ નિર્ણય બાદ સાઉથ આફ્રિકાની ટીમ 9 ખેલાડીઓ સુધી મર્યાદિત થઈ ગઈ હતી. FIFA પ્રેસિડેન્ટે ટ્રોફી રજૂ કરી FIFA પ્રેસિડેન્ટ જીઆની ઇન્ફેન્ટિનોએ દર્શકો સમક્ષ વર્લ્ડ કપ ટ્રોફી રજૂ કરી હતી. તેની સાથે હોલિવૂડ એક્ટ્રેસ સલ્મા હાયેક પણ હાજર રહી હતી. ઓપનિંગ સેરેમનીમાં પોપ સ્ટાર શકીરા અને નાઇજીરિયન કલાકાર બર્ના બોયે ટુર્નામેન્ટનું ઓફિશિયલ સોંગ 'ડાય-ડાય' ગાયું હતું. આ પહેલાં કોલમ્બિયન સિંગર જે બલવિને પણ પરફોર્મન્સ આપ્યું હતું. સેરેમનીની તસવીરો… શિક્ષક વેતનને લઈને વિરોધ પ્રદર્શન વર્લ્ડ કપની વચ્ચે મેક્સિકોમાં વિરોધ-પ્રદર્શનો પણ ચાલુ છે. શિક્ષકો વેતન વૃદ્ધિ અને સારી સુવિધાઓની માગને લઈને રસ્તાઓ પર ઉતર્યા છે. તો બીજી તરફ 1.3 લાખથી વધુ ગુમ થયેલા લોકોના પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સરકાર સામાજિક સમસ્યાઓને અવગણીને વર્લ્ડ કપના આયોજન પર વધુ ધ્યાન આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Kane Williamson retires from international cricket: ‘I’ve given it my all…’
    Next Article
    ફૂટબોલ વર્લ્ડકપ- સાઉથ કોરિયાએ ચેક રિપબ્લિકને હરાવ્યું:2-1 થી મેચ જીતી; હ્વાંગ ઇન-બોમ અને ઓ આયન-જીવાયયુએ ગોલ કર્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment