Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી દવાઓથી લઈ ભેળસેળિયા ઘી-તેલ વેચનારાઓ સામે મોટી કાર્યવાહી:ગુજરાતમાં FDCAએ 50 દવાની પેઢીના લાયસન્સ રદ કર્યાં, ઓગસ્ટમાં 42 ટન શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત

    11 hours ago

    રાજ્યમાં નકલી, ગેરકાયદે અને ગુણવત્તાવિહીન દવાઓ તેમજ ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગર સચિવાલયમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ની ઓગસ્ટ-2026ની કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. 50 દવાની પેઢીના લાયસન્સ રદ, 2 ઉત્પાદકને ક્લોઝર FDCAની તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતા 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. રિસ્ક બેઝ્ડ ઇન્સ્પેક્શન હેઠળ 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, 8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત અને 11 દવાઓના ઉત્પાદન પરવાના રદ કરાયા છે. લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્યના 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરની તપાસમાં 3ને ક્લોઝર ઓર્ડર અને 12ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા વિશેષ ડ્રાઇવ યોજાઈ હતી. આ દરમિયાન 588 દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા. ટ્રામાડોલ સહિત નશાકારક ઈન્જેક્શનનો જથ્થો ઝડપાયો નશાકારક અને બનાવટી દવાઓના ગેરકાયદે નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં કાર્યવાહી કરાઈ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં SOG સાથેની સંયુક્ત તપાસ દરમિયાન મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે NDPS Act હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નકલી 'Nicardia Retard 10'ની સપ્લાય ચેઈન સુધી તપાસ બનાવટી 'Nicardia Retard 10' ટેબ્લેટના કેસમાં FDCAએ સપ્લાય ચેઈન સુધી તપાસ લંબાવી છે. J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી ટેબ્લેટના વેચાણ મામલે 30થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ₹ 1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/પ્રતિબંધિત કરાયો છે. તપાસમાં ઉત્તર પ્રદેશના લખનઉની સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી પહોંચેલી સપ્લાય ચેઈન સામે આવી છે. સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરાઈ છે. લાયસન્સ વગરના હર્બલ યુનિટમાંથી ₹ 2.68 લાખનો કોસ્મેટિક્સ જપ્ત અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત 'આનકી હર્બલ'માંથી ₹ 2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદે કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે કપડવંજ-ધોળીકૂઈ ખાતે બાવીશી દવાખાનામાંથી નાના બાળકો માટેની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું. અહીંથી ₹ 66,400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 42,988 કિલો શંકાસ્પદ ખાદ્યપદાર્થનો જથ્થો જપ્ત ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરવામાં આવી હતી. વિવિધ ખાદ્યચીજોના 2,591 નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા. દરોડા દરમિયાન તેલ, મરચાં પાઉડર, દૂધ સહિત 42,988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરાયો હતો, જેની અંદાજિત કિંમત ₹ 93,47,134 છે. મુખ્ય કાર્યવાહી: રેસ્ટોરન્ટ-ઢાબામાં પણ ચેકિંગ રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સ્વચ્છતા તથા ગુણવત્તા ચકાસવા 1,625થી વધુ એકમનું નિરીક્ષણ કરાયું હતું. ખામીઓ જણાતા 306 એકમોને સુધારણા નોટિસ આપવામાં આવી, જ્યારે ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, આણંદ, જામનગર અને મહેસાણામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. 3,078 ડેરીમાં તપાસ, 2,553 કિલો ડેરી એનાલોગનો નાશ ડેરી એનાલોગના ગેરકાયદેસર વેચાણ અને ઉપયોગ સામે 3,078 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. 145 શંકાસ્પદ નમૂના લેવાયા હતા. તપાસ બાદ રૂ.7.54 લાખની કિંમતનો 2,553.10 કિલોગ્રામ બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ નાશ કરાવવામાં આવ્યો હતો. શ્રાવણમાં દૂધ-ઘી-તેલ-મસાલા પર ખાસ નજર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તહેવારોને ધ્યાનમાં રાખીને દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પર સતત વોચ રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આદેશ આપ્યો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક તથા સલામત દવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. ભેળસેળિયા, નકલી દવાઓના વેપાર અને કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    જામનગર એરપોર્ટ પર આતંકી હુમલાની મોકડ્રીલ:ચેતક કમાન્ડોએ 4 આતંકવાદીઓને ઠાર કરી બંધકોને બચાવ્યાં, સ્થાનિક તંત્રની સજ્જતા ચકાસવા ઓપરેશન
    Next Article
    Earth Set To Overshoot Paris Agreement's 1.5 Degree Threshold Of Warming: UN

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment