Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારોમાં ખાણીપીણી પર FDAની મોટી સર્જિકલ સ્ટ્રાઈક:મહારાષ્ટ્રમાં હવે દરેક તહેવાર માટે એક નિયમ; 4 લેવલ પર થશે ખોરાકની તપાસ

    6 hours ago

    મહારાષ્ટ્રમાં હવે અલગ-અલગ તહેવારો પર ફ્રૂડ સેફ્ટી માટે અલગ-અલગ આદેશો બહાર પાડવામાં નહીં આવે. FDAએ આખા વર્ષ માટે એકસાથે આદેશ જારી કરી દીધો છે. હવે ઈદથી લઈને દિવાળી સુધીના દરેક તહેવાર માટે એક જ પ્રકારની કાર્યપ્રણાલી લાગુ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ખાદ્ય અને ઔષધ પ્રશાસન વિભાગના કમિશનર તુકારામ મુંડેએ જણાવ્યું કે ભારતમાં પહેલીવાર એવો આદેશ જારી કરાયો છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી છે. હવે મહારાષ્ટ્રમાં વર્ષભર તહેવારો માટે કાર્યવાહીનું પ્લાનિંગ તૈયાર કરી લેવાયું છે. ઈદ, હોળી, દિવાળી, બકરીઈદ જેવા તમામ તહેવારો માટે ખાદ્ય સુરક્ષાને લઈને FDAએ કાર્યપ્રણાલી નિર્ધારિત કરી છે. તુકારામ મુંડેએ જણાવ્યું કે આનો મુખ્ય હેતુ ઈદ, દિવાળી જેવા તમામ તહેવારોમાં લોકોને ક્વોલિટી અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. દરેક તહેવાર માટે એક નિયમ તુકારામ મુંડેએ કહ્યું, "અમે મહારાષ્ટ્રમાં 'સેફ ફૂડ અને સેફ ડ્રગ'નો કન્સેપ્ટ શરૂ કર્યો હતો. તહેવારો દરમિયાન ખોરાકની માગ વધી જાય છે, અને આવી સ્થિતિમાં ગુણવત્તા બગડી જતી હોય છે. તહેવારોને લઈને નિયમો પહેલાથી જ નક્કી છે. મહારાષ્ટ્રમાં પણ નિયમો છે અને તે કાર્યવાહી સમયના આધારે થાય છે, પરંતુ આખા વર્ષ માટે કોઈ એકીકૃત નિયમ નહોતો. તેથી આજે 3 સપ્ટેમ્બરથી એક આદેશ જારી કરી રહ્યા છીએ. આ તહેવારો માટે છે અને તે સમગ્ર વર્ષ દરમિયાન લાગુ રહેશે. દરેક ધર્મના તહેવારો માટે એકસરખો કાયદો બનાવવામાં આવ્યો છે." દરેક તહેવારને આપ્યા સ્ટાર મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધ પ્રશાસને દર મહિને આવતા તહેવાર અને તે મુજબ ખાણીપીણીની વાનગીઓમાં ભેળસેળની શક્યતાઓને ધ્યાનમાં રાખીને દરેક તહેવારને સ્ટારમાં વહેંચ્યા છે. જેમ કે મકરસંક્રાંતિ વખતે તિલગુડમાં ભેળસેળની શક્યતા હોઈ શકે છે. હોળી કે ઈદમાં મીઠાઈ અને માલપુઆમાં ભેળસેળની આશંકા રહે છે. તહેવારો દરમિયાન યોજાતા ભંડારા માટે પણ કાર્યપ્રણાલી નક્કી કરવામાં આવી છે. હવે દરેક આયોજન અને ખોરાક વિશેની માહિતી FDAને આપવી પડશે. તહેવારોને ત્રણ સ્તરમાં વહેંચ્યા મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધ પ્રશાસને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ખોરાકની તપાસ માટે આદેશ જારી કર્યો છે. જેમાં તહેવારોને ત્રણ સ્તર પર નિયોજિત કરાયા છે. આ વિભાજન કયા તહેવાર દરમિયાન કેટલી ભેળસેળ થાય છે તેના આધારે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તહેવારો દરમિયાન ખોરાકની તપાસ 4 લેવલમાં કરવામાં આવશે. તહેવારોના આધારે તપાસમાં સામેલ સામગ્રી પણ બદલાશે. જેમ કે ઉપવાસના ખોરાકની અલગ તપાસ થશે. જ્યારે તેલ, ડ્રાયફ્રૂટ્સ, બેકરી અને ઓનલાઈન ઓર્ડરથી આવતા ખોરાકની તપાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાપ્રસાદ, ભંડારા અને લંગરની પણ તપાસ કરવામાં આવશે તેમજ આયોજકોને નિયમિતપણે ટ્રેનિંગ પણ આપવામાં આવશે. 4 લેવલ પર થશે ખોરાકની તપાસ હવે મહારાષ્ટ્રમાં તહેવારોના સમયે ચાર લેવલમાં તપાસ હાથ ધરવામાં આવશે: પહેલા લેવલમાં: રાજ્ય સ્તરના તહેવારો જેવા કે ગણેશ ઉત્સવ અને નવરાત્રિને રાખવામાં આવ્યા છે. આના માટે 15થી 21 દિવસનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નિયમોનું સખત પાલન થશે. બીજા લેવલમાં: મહાશિવરાત્રિ અને મકરસંક્રાંતિ જેવા તહેવારો સામેલ છે. જેના માટે 1થી 14 દિવસનું પ્લાનિંગ કરાયું છે. ત્રીજા લેવલમાં: સ્થાનિક મીઠાઈની દુકાનોને રાખવામાં આવી છે. ચોથા લેવલમાં: તહેવાર પૂરા થયાના 30 દિવસ પછી પણ કાર્યવાહીનું પ્લાનિંગ રાખવામાં આવ્યું છે. ‘મને ખબર છે, હું ભગવાન નથી’- મુંડે તુકારામ મુંડેએ એક સવાલનો જવાબ આપતાં કહ્યું, "મને ખબર છે કે હું ભગવાન નથી." તેમના આ નિવેદનને બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. કોર્ટે એક સુનાવણી દરમિયાન તુકારામ મુંડેને કહ્યું હતું કે, "શું તમે પોતાને ભગવાન માનો છો કે ગમે તે કરી શકો છો?" મુંડેએ જણાવ્યું કે જ્યારથી તેમણે FDA કમિશનરનો ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી કામગીરીમાં 300 ટકાનો વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    મોદી ઇરાનના રાષ્ટ્રપતિને મળતાં ટ્રમ્પને મરચાં લાગ્યાં!:ચૂંટણી પહેલા અમેરિકા બન્યું 'ફોઈબા', માર્કો રૂબિયોની ભારતને ધમકી; BRICS પહેલા મોટી બબાલ
    Next Article
    સાવકા બાપે સગીર પુત્રી પર 2 મહિના સુધી દુષ્કર્મ આચર્યું:શિક્ષિકા પત્નીએ રૂમમાં મોબાઈલ ગોઠવી પતિની કરતૂત કેદ કરી, અમદાવાદ પોલીસને પુરાવો આપી ફરિયાદ નોંધાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment