Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભાજપ નેતાઓની મારામારીમાં 'મેચ ફિક્સિંગ':પ્રદેશ મહામંત્રી કોરાટ દોડી આવ્યા, બંધ બારણે સમાધાનની સ્ક્રિપ્ટ લખી, ચારેયની FB પર તસવીર પોસ્ટ થતા જ યુઝર્સ તૂટી પડ્યા

    2 days ago

    સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ હિંસક ઝપાઝપીમાં બે દિવસ બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું છે. મહિલા કોર્પોરેટર જયશ્રીબેન અને તેમના પતિ મનહર વોરાને ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ખુરશી લઈ મારવા દોડ્યા હતા, જે મુદ્દો પ્રદેશ કક્ષાએ પહોંચતા જ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સુરત દોડી આવ્યા હતા. જે બાદ બંધ બારણે બેઠક કરવામાં આવી અને ફેસબૂક પર પોસ્ટ મુકવામાં આવી કે આ વિવાદમાં સુખ નિરાકરણ આવ્યું છે. જે પોસ્ટ પર યુઝર્સે કમેન્ટમાં લખ્યું હતું કે, 'મેચ ફિક્સિંગ થઈ ગઈ એમને'. મોડી રાત્રે FB પર તસવીર મૂકવામાં આવી 6 ઑગસ્ટે દિવસભરના હાઈવોલ્ટેજ ડ્રામા અને ગુપ્ત બેઠકો બાદ, મોડી રાત્રે સુરત મહાનગર ભાજપના અધિકૃત ફેસબુક પેજ પર એક સરપ્રાઈઝ પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં વિવાદમાં સામેલ મહેન્દ્ર દેસાઈ, કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને મનહરભાઈ વોરા સહિત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ એકસાથે જોવા મળ્યા હતા. ભાજપે પોસ્ટમાં દાવો કર્યો હતો કે, વોર્ડ નંબર 5ના હોદ્દેદારો વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. એટલું જ નહીં લખવામાં આવ્યું હતું કે, સંવાદ, સમન્વય અને સંગઠનની ભાવના સાથે સુખદ નિરાકરણ. મીડિયાના સવાલોથી પ્રદેશ નેતાનો બચાવ સૌથી ચોંકાવનારી વાત એ રહી કે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સુરત આવ્યા ખરા, પરંતુ તેમણે મીડિયા સામે આવી પરિસ્થિતિ સ્પષ્ટ કરવાની હિંમત દાખવી ન હતી. મીડિયાના કેમેરા અને સવાલોથી બચીને, બંધ બારણે સમાધાનની સ્ક્રિપ્ટ લખી તેઓ મોડી રાત્રે જ સુરતથી રવાના થઈ ગયા હતા. માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને સમગ્ર મામલે ભીનું સંકેલી દેવાતા ભાજપના જ કેટલાક કાર્યકરોમાં પણ અંદરખાને અસંતોષ જોવા મળી રહ્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો પર સંગઠનનું 'મૌન' આ સમગ્ર વિવાદમાં મુખ્ય મુદ્દો મનહર વોરા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો હતા. તેમણે ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે, મહેન્દ્ર દેસાઈ ગેરકાયદે બાંધકામોની અરજીઓ કરી ભ્રષ્ટાચાર અને તોડ કરે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે, પ્રદેશ નેતાગીરીએ આ ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે કોઈ તપાસ કમિટી બનાવી નથી કે કોઈ કાર્યવાહી કરી નથી. માત્ર કાગળ પર અને તસવીરમાં સમાધાન બતાવીને ગંભીર આક્ષેપોને 'કાર્પેટ' નીચે ધકેલી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે મજા લીધી ભાજપના ફેસબુક પેજ પર મુકાયેલી આ 'સમાધાન' વાળી પોસ્ટ નીચે નાગરિકો અને યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કોમેન્ટ સેક્શનમાં ભાજપની આ નીતિની ભારે ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે "આ તો અંદર અંદર જ મેચ ફિક્સિંગ થઈ ગઈ!", તો અન્ય એકે તીખો કટાક્ષ કરતા લખ્યું કે "લાગે છે કે સરખી ભાગબટાઈ થઈ ગઈ છે એટલે મામલો ઠંડો પડી ગયો." જ્યારે અન્ય એક યુઝરે સવાલ ઉઠાવ્યો હતો કે "કોર્પોરેટરો તોડ કરે છે તો તેમના પર કડક એક્શન કેમ નથી લેવાતા?" આ પણ વાંચો: સુરતમાં ભાજપ MLAની હાજરીમાં બબાલ
    Click here to Read More
    Previous Article
    આખું વર્ષ આદિ કૈલાસ યાત્રા ચલાવવાની તૈયારી:550 નવા હોમસ્ટે તૈયાર, PM મોદીએ કહ્યું હતું કે- એટલી ભીડ આવશે કે સંભાળવી મુશ્કેલ બનશે
    Next Article
    સુરત ભાજપમાં ફરી ભડકો!, કારોબારી સભ્યે કહ્યું-'ચા કરતાં કીટલી ગરમ':મનીષ નાયકે સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓ પર કેશડોલને લઈ નિશાન સાધ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment