Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરીનાએ EXની પત્નીને પૂછ્યો પર્સનલ સવાલ!:ત્રીજા બાળકનું સાંભળી મીરા આપ્યો મજેદાર જવાબ, જુઓ ગ્લેમર વિથ ગોસિપનો VIDEO

    20 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હાલમાં પોતાની એક રસપ્રદ વાતચીતને કારણે ચર્ચામાં છે. કરીના કપૂરના ફેમસ ચેટ શો ‘વોટ વુમેન વોન્ટ’ની નવી સીઝનનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કરીના અને મીરા એકસાથે જોવા મળી રહી છે. ભૂતકાળમાં કરીના અને શાહિદ રિલેશનશિપમાં રહી ચૂક્યા હોવાથી, મીરા અને કરીનાનું એકસાથે સ્ટેજ શેર કરવું ચાહકો માટે ખૂબ જ ખાસ છે. ત્રીજા બાળકની અફવા પર મીરાની સ્પષ્ટતા ચેટ શો દરમિયાન કરીના કપૂર મીરા રાજપૂતને પૂછે છે કે, તેણે પોતાના વિશે અત્યાર સુધીની સૌથી વાહિયાત કે અજીબ અફવા કઈ સાંભળી છે? જેના જવાબમાં મીરા જણાવે છે કે, તેના અને શાહિદના ઘરે ત્રીજું બાળક આવવાનું છે તે અફવા સૌથી વિચિત્ર હતી. મીરાનો આ જવાબ સાંભળીને કરીનાએ મજાકમાં કહ્યું, "એવું બની પણ શકે છે!" પણ મીરા તરત જ હસીને જવાબ આપે છે, “જરાય નહીં, અમારો પરિવાર હવે પૂરો થઈ ગયો છે!” ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં લગ્ન કરેલા શાહિદ અને મીરાને બે બાળકો - દીકરી મીશા અને દીકરો ઝૈન છે. મજાક-મસ્તી અને લગ્નજીવનની ખાસ સલાહ શો દરમિયાન બંને વચ્ચે ખુલ્લેઆમ હળવી મજાક અને વાતચીત જોવા મળી હતી. જ્યારે મીરાએ કરીનાને કહ્યું કે તે એક સફળ બોલિવૂડ સ્ટાર છે, ત્યારે કરીનાએ રમૂજી અંદાજમાં કહ્યું કે તે સ્ટાર હોવા સાથે 'વૉન્ટેડ બોલિવૂડ વાઇફ' પણ બનવા માંગે છે. બંને વચ્ચેની આવી હળવી મજાક-મસ્તી પ્રોમોમાં જોઈ શકાય છે. આગળ, શોમાં મીરાએ લગ્નજીવન સરળ બનાવવા એક મજેદાર સલાહ આપતા કહ્યું કે, વર્ષની શરૂઆતમાં જ પતિઓએ પત્નીઓને પૂછી લેવું જોઈએ કે તેમને શું ગિફ્ટ જોઈએ છે. કરીનાને મીરાનો આ વિચાર ખૂબ ગમ્યો હતો. પછી, જ્યારે કરીનાએ પૂછ્યું કે કોઈ સ્ત્રી સાથે દલીલ કરતી વખતે પુરુષોએ કયો નિયમ યાદ રાખવો જોઈએ, ત્યારે મીરાએ હસીને કહ્યું, "માની જાઓ, દલીલ કરવી જ ન જોઈએ!" ક્યારે રિલીઝ થશે એપિસોડ? કરીના કપૂરના ચેટ શો ‘વોટ વિમેન વોન્ટ’ના આ નવા એપિસોડમાં મીરા રાજપૂત મહેમાન તરીકે જોવા મળશે. અગાઉ, કરીનાએ સોશિયલ મીડિયા પર મીરા સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે મીરાને અત્યંત પ્રેમાળ વ્યક્તિ ગણાવી હતી. આ સંપૂર્ણ એપિસોડ આજે રિલીઝ થવાનો છે, જેમાં તેમની વાતચીત દરમિયાનના વધુ આનંદદાયક ક્ષણો જોવા મળશે. એક સમયે નજીક હતા કરીના અને શાહિદ કરીના કપૂર અને શાહિદ કપૂર એક સમયે બોલિવૂડના જાણીતા કપલ હતા. તે લગભગ 2004થી 2007 સુધી રિલેશનશિપમાં હતા. ત્યારબાદ, કરીનાએ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા, જ્યારે શાહિદે 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા. આજે, બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. કરીના અને સૈફને બે પુત્રો છે, જ્યારે શાહિદ અને મીરા તેના બે બાળકોનો ઉછેર ખુશીથી કરી રહ્યા છે. હવે, કરીનાના શોમાં મીરાની હાજરી અને તેમની વચ્ચે થયેલી નિખાલસ વાતચીતએ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
    Click here to Read More
    Previous Article
    6,6,4,4 અને W:ડેરીલ મિચેલે સતત બાઉન્ડરી ફટકાર્યા પછી મયંકના જોરદાર યોર્કર સામે ઘૂંટણીએ પડ્યો; NZની ચોથી વિકેટ પડી
    Next Article
    કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે: ભીલડીમાં મોદી:રાહુલ ગાંધીને ટોણો-બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment